भरत ने कैकेयी को झाडा
जब तैं कुमति कुमत जियँ ठयऊ । खंड खंड होइ ह्रदउ न गयऊ ॥
बर मागत मन भइ नहिं पीरा । गरि न जीह मुहँ परेउ न कीरा ॥१॥
भूपँ प्रतीत तोरि किमि कीन्ही । मरन काल बिधि मति हरि लीन्ही ॥
बिधिहुँ न नारि हृदय गति जानी । सकल कपट अघ अवगुन खानी ॥२॥
सरल सुसील धरम रत राऊ । सो किमि जानै तीय सुभाऊ ॥
अस को जीव जंतु जग माहीं । जेहि रघुनाथ प्रानप्रिय नाहीं ॥३॥
भे अति अहित रामु तेउ तोही । को तू अहसि सत्य कहु मोही ॥
जो हसि सो हसि मुहँ मसि लाई । आँखि ओट उठि बैठहिं जाई ॥४॥
(दोहा)
राम बिरोधी हृदय तें प्रगट कीन्ह बिधि मोहि ।
मो समान को पातकी बादि कहउँ कछु तोहि ॥ १६२ ॥
*
MP3 Audio
*
ભરત કૈકેયીને વખોડી કાઢે છે
(દોહરો)
કુમત કુમતિ, એ જ્યારથી તુજ પ્રાણે સ્થાપ્યો
પ્રાણ ત્યારથી કેમ ના તૂટી પડયો આખો ?
વરદાન અશુભ માગતાં વ્યથિત થયું મન ના ?
જીભ પડી ના, ના પડયા કીડા કે મુખમાં ?
*
ભૂપે કેમ કર્યો વિશ્વાસ, વિધિએ અંતે કર્યો બુદ્ધિનાશ;
રહ્યું નારીગતિ કેરું ન જ્ઞાન, છળકપટ અઘ અવગુણખાણ.
રાજા સરળ સુશીલ ધર્મપ્રાણ સ્ત્રીના ચરિતથી પૂર્ણ અજાણ;
રામ પ્રાણસમાન ના પ્રિય એવો જગતમાં કોણ છે જીવ ?
રામ વેરી તને પણ લાગ્યા, માથે વાજાં અમંગલનાં વાગ્યાં;
હવે ઊઠ કરી મુખ કાળું, દૂર મારાથી જાય તો સારું.
(દોહરો)
રામવિરોધી હૃદયથી પ્રગટ થયો હું કેમ ?
મુજસમાન કો પાતકી ? વ્યર્થ વદું છું વેણ.

