शत्रुघ्न ने मंथरा को डाँटा
सुनि सत्रुघुन मातु कुटिलाई । जरहिं गात रिस कछु न बसाई ॥
तेहि अवसर कुबरी तहँ आई । बसन बिभूषन बिबिध बनाई ॥१॥
लखि रिस भरेउ लखन लघु भाई । बरत अनल घृत आहुति पाई ॥
हुमगि लात तकि कूबर मारा । परि मुह भर महि करत पुकारा ॥२॥
कूबर टूटेउ फूट कपारू । दलित दसन मुख रुधिर प्रचारू ॥
आह दइअ मैं काह नसावा । करत नीक फलु अनइस पावा ॥३॥
सुनि रिपुहन लखि नख सिख खोटी । लगे घसीटन धरि धरि झोंटी ॥
भरत दयानिधि दीन्हि छड़ाई । कौसल्या पहिं गे दोउ भाई ॥४॥
(दोहा)
मलिन बसन बिबरन बिकल कृस सरीर दुख भार ।
कनक कलप बर बेलि बन मानहुँ हनी तुसार ॥ १६३ ॥
*
MP3 Audio
*
શત્રુઘ્ન મંથરા પર ગુસ્સો ઉતારે છે
(દોહરો)
કુટિલતા સુણી માતાની ક્રોધે અંગ જલ્યાં,
શત્રુઘ્નહૃદયની મટી આપોઆપ દયા.
વિવિધ વસ્ત્રભૂષણ સહિત આવી ત્યાં દાસી;
અગ્નિને મળી ઘૃતતણી આહુતિ અવિનાશી.
લાત ખાંધ પર ક્રોધથી શત્રુઘ્ને મારી,
પડી ધરા પર મંથરા તરત જ પોકારી.
*
તૂટી ખાંધ ને ફૂટયું કપાળ, તૂટયા દાંત, વહી રક્તધાર;
સારું કરતાં અશુભ ફળ આવ્યું, દૈવ, એવું તે મેં શું બગાડયું ?
એના શબ્દો સુણી ગ્રહી કેશ, ઘસડી શત્રુઘ્ને દાખવી દ્વેષ;
ભરતે ત્યારે છોડાવી એને; પહોંચ્યા કૌશલ્યા પાસે પ્રેમે.
(દોહરો)
મલિન વસ્ત્ર મુખ મ્લાન ને શરીર કૃશ દુઃખભાર,
કનક કલ્પવેલી હણી જાણે વને તુષાર.

