भरत कौशल्या को मिले
भरतहि देखि मातु उठि धाई । मुरुछित अवनि परी झइँ आई ॥
देखत भरतु बिकल भए भारी । परे चरन तन दसा बिसारी ॥१॥
मातु तात कहँ देहि देखाई । कहँ सिय रामु लखनु दोउ भाई ॥
कैकइ कत जनमी जग माझा । जौं जनमि त भइ काहे न बाँझा ॥२॥
कुल कलंकु जेहिं जनमेउ मोही । अपजस भाजन प्रियजन द्रोही ॥
को तिभुवन मोहि सरिस अभागी । गति असि तोरि मातु जेहि लागी ॥३॥
पितु सुरपुर बन रघुबर केतू । मैं केवल सब अनरथ हेतु ॥
धिग मोहि भयउँ बेनु बन आगी । दुसह दाह दुख दूषन भागी ॥४॥
(दोहा)
मातु भरत के बचन मृदु सुनि सुनि उठी सँभारि ॥
लिए उठाइ लगाइ उर लोचन मोचति बारि ॥ १६४ ॥
*
MP3 Audio
*
ભરત કૌશલ્યાને મળે છે
(દોહરો)
કૌશલ્યા દોડી તરત દેખી ભરત સપ્રેમ,
બેશુદ્ધ બનીને ઢળી પણ નીચે જડ જેમ.
વ્યાકુળ ભરતે માતાના ચરણે ઢળી કહ્યું,
કયાં છે લક્ષ્મણ રામ ને સીતા પિતા સહુ ?
કૈકેયીએ જગતમાં જન્મ જ લીધો કેમ,
જન્મી તો એ ના બની કેમ વાંઝણી જેમ ?
*
પ્રિયજનરિપુ અપયશપાત્ર કુળકલંક કોણ અભાગ
ત્રણે લોકે મારા સરખો અન્ય, કર્યો પુત્ર સ્વરૂપે ઉત્પન્ન ?
પિતા સુરપુર રઘુવર વન, થયું અનર્થકારક મુજ તન;
બન્યો વાંસવને વહ્નિ જેવો દાહ દોષદુઃખનો ભાગી કેવો ?
(દોહરો)
કોમળ ભરતવચન સુણી ફરી ઉઠીને માત
ભેટી ભાવે ભરતને ધન્ય સમજતાં જાત.

