Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

कौशल्या ने भरत को ढाढस बँधाई
 
सरल सुभाय मायँ हियँ लाए । अति हित मनहुँ राम फिरि आए ॥
भेंटेउ बहुरि लखन लघु भाई । सोकु सनेहु न हृदयँ समाई ॥१॥
 
देखि सुभाउ कहत सबु कोई । राम मातु अस काहे न होई ॥
माताँ भरतु गोद बैठारे । आँसु पौंछि मृदु बचन उचारे ॥२॥
 
अजहुँ बच्छ बलि धीरज धरहू । कुसमउ समुझि सोक परिहरहू ॥
जनि मानहु हियँ हानि गलानी । काल करम गति अघटित जानि ॥३॥
 
काहुहि दोसु देहु जनि ताता । भा मोहि सब बिधि बाम बिधाता ॥
जो एतेहुँ दुख मोहि जिआवा । अजहुँ को जानइ का तेहि भावा ॥४॥
 
(दोहा) 
पितु आयस भूषन बसन तात तजे रघुबीर ।
बिसमउ हरषु न हृदयँ कछु पहिरे बलकल चीर ॥ १६५ ॥

*
MP3 Audio

*
 
કૌશલ્યા ભરતને સાંત્વના આપે છે
 
(દોહરો)
ભેટીને શત્રુઘ્નને કૌશલ્યા સપ્રેમ
સુખ પામી; મા રામની હોય ન એવી કેમ ?
*
કહ્યું ભરતને ધીરજ ધારો, સમજી કુસમય શોકને ટાળો;
કાળકર્મની ગતિ કટુ જાણી લેશ અનુભવો ના હાનિ ગ્લાનિ.
 
થયા વિપરીત મુજથી વિધાતા, રાખી જીવંત દુઃખ છતાં આ;
કોણ જાણે કે કરશે હજી શું, ગતિ વિધિ શેં સમજી શકું હું ?
 
(દોહરો)
પિતાવચન ભૂષણ વસન છોડીને રઘુવીર
ચાલ્યા ખેદ-હરખ વિના ધારી વલ્કલ ચીર.