कौशल्या ने वशिष्ठ की बात का समर्थन किया
कौसल्या धरि धीरजु कहई । पूत पथ्य गुर आयसु अहई ॥
सो आदरिअ करिअ हित मानी । तजिअ बिषादु काल गति जानी ॥१॥
बन रघुपति सुरपति नरनाहू । तुम्ह एहि भाँति तात कदराहू ॥
परिजन प्रजा सचिव सब अंबा । तुम्हही सुत सब कहँ अवलंबा ॥२॥
लखि बिधि बाम कालु कठिनाई । धीरजु धरहु मातु बलि जाई ॥
सिर धरि गुर आयसु अनुसरहू । प्रजा पालि परिजन दुखु हरहू ॥३॥
गुर के बचन सचिव अभिनंदनु । सुने भरत हिय हित जनु चंदनु ॥
सुनी बहोरि मातु मृदु बानी । सील सनेह सरल रस सानी ॥४॥
(छंद)
सानी सरल रस मातु बानी सुनि भरत ब्याकुल भए ।
लोचन सरोरुह स्त्रवत सींचत बिरह उर अंकुर नए ॥
सो दसा देखत समय तेहि बिसरी सबहि सुधि देह की ।
तुलसी सराहत सकल सादर सीवँ सहज सनेह की ॥
(सोरठा)
भरतु कमल कर जोरि धीर धुरंधर धीर धरि ।
बचन अमिअँ जनु बोरि देत उचित उत्तर सबहि ॥ १७६ ॥
*
MP3 Audio
*
કૌશલ્યા વશિષ્ઠની વાતનું સમર્થન કરે છે
(દોહરો)
કૌશલ્યા ધીરજ ધરી કહેવાને લાગી,
ગુરુની આજ્ઞા પાળવી શંકાને ત્યાગી.
હિતકારી આજ્ઞા ગણી તજી દો બધો ખેદ,
જાણી કોણ શકે કહો ગહન કાળનો ભેદ ?
રામ વને, સ્વર્ગે પિતા, કાયર કેમ બનો;
પરિજન માત પ્રજાતણા છો અવલંબ તમો.
વિઘિને વામ ગણી વળી કઠોર સમજી કાળ
પ્રજાતણું પાલન કરો ધૈર્ય ધરી તત્કાળ.
ગુરુના શબ્દો સચિવનાં તેમજ અભિનંદન
વાણી કૌશલ્યાતણી બની ગઇ ચંદન.
ભરતે અશ્રુ વહાવતાં સીંચ્યો વિરહ સપ્રેમ;
પ્રજા ભાવભર ભરતના વખાણ ન કરે કેમ ?
ધૈર્ય ધરી કર જોડતાં અમૃતમય વચને
ભરતે કહ્યું મળ્યો મધુર ગુરુ-ઉપદેશ મને.

