अयोध्या की राजगादी पर बैठने से भरत ने इन्कार किया
मोहि उपदेसु दीन्ह गुर नीका । प्रजा सचिव संमत सबही का ॥
मातु उचित धरि आयसु दीन्हा । अवसि सीस धरि चाहउँ कीन्हा ॥१॥
गुर पितु मातु स्वामि हित बानी । सुनि मन मुदित करिअ भलि जानी ॥
उचित कि अनुचित किएँ बिचारू । धरमु जाइ सिर पातक भारू ॥२॥
तुम्ह तौ देहु सरल सिख सोई । जो आचरत मोर भल होई ॥
जद्यपि यह समुझत हउँ नीकें । तदपि होत परितोषु न जी कें ॥३॥
अब तुम्ह बिनय मोरि सुनि लेहू । मोहि अनुहरत सिखावनु देहू ॥
ऊतरु देउँ छमब अपराधू । दुखित दोष गुन गनहिं न साधू ॥४॥
(दोहा)
पितु सुरपुर सिय रामु बन करन कहहु मोहि राजु ।
एहि तें जानहु मोर हित कै आपन बड़ काजु ॥ १७७ ॥
*
MP3 Audio
*
અયોધ્યાની રાજગાદી સ્વીકારવાની સલાહનો ભરત અસ્વીકાર કરે છે
(દોહરો)
પ્રજા સચિવને માતને માન્ય એ જ ઉપદેશ,
અનુસરવામાં એહને ઘટે વિલંબ ન લેશ.
*
માત-તાત ગુરુ સ્વામી વાણી સુણવી મુદિત મને હિત જાણી;
ઉચિત અનુચિતનો કર્યે વિચાર ધર્મ જાય, મળે પાપ અપાર.
ધરી શિખામણ એ જ તમે જેથી મંગલ મળે મને;
તોપણ થતો નથી પરિતોષ, સ્પષ્ટ કહું છું છોડી રોષ.
પ્રાર્થના સુણી મારી લો, સમુચિત ઉત્તર અંતે દો;
દુઃખી દોષગુણ ગણે ન સંત, ક્ષમા કરો અપરાધ અનંત.
(દોહરો)
રામ વને, સ્વર્ગે પિતા; કરવા કહેતા રાજ,
એથી મુજ કલ્યાણ કે થશે તમારું કાજ ?

