Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

मुझे राम के पास जाना है - भरत
 
हित हमार सियपति सेवकाई । सो हरि लीन्ह मातु कुटिलाई ॥
मैं अनुमानि दीख मन माहीं । आन उपायँ मोर हित नाहीं ॥१॥
 
सोक समाजु राजु केहि लेखें । लखन राम सिय बिनु पद देखें ॥
बादि बसन बिनु भूषन भारू । बादि बिरति बिनु ब्रह्म बिचारू ॥२॥
 
सरुज सरीर बादि बहु भोगा । बिनु हरिभगति जायँ जप जोगा ॥
जायँ जीव बिनु देह सुहाई । बादि मोर सबु बिनु रघुराई ॥३॥
 
जाउँ राम पहिं आयसु देहू । एकहिं आँक मोर हित एहू ॥
मोहि नृप करि भल आपन चहहू । सोउ सनेह जड़ता बस कहहू ॥४॥
 
(दोहा)
कैकेई सुअ कुटिलमति राम बिमुख गतलाज ।
तुम्ह चाहत सुखु मोहबस मोहि से अधम कें राज ॥ १७८ ॥

*
MP3 Audio

*
 
ભરત રામ પાસે જવા આજ્ઞા માગે છે
 
(દોહરો)
હિત મારું તો રામની સેવામાં જ રહ્યું,
માત કુટિલતાએ ખરે એને હવે હર્યું.
 
સીતા લક્ષ્મણ-રામને જોવા ન મળે તો
શોકમૂળ સામ્રાજ્યનું મૂલ્ય ન દીસે કો.
*
વ્યર્થ વસન વિણ ભૂષણ ભાર, વ્યર્થ વિરતિ વિણ બ્રહ્મવિચાર;
વ્યર્થ રુગ્ણ તનને બહુ ભોગ, વ્યર્થ ભક્તિ વિણ જપ કે યોગ.
જીવ વિના સુંદર તન વ્યર્થ તેમ રામ વિણ જીવન વ્યર્થ.
 
(દોહરો)
આજ્ઞા આપો કે હવે જાઉં રામની પાસ,
એ જ વાતમાં દીસતું કલ્યાણ મને ખાસ.
 
મુજને નૃપ કરતાં તમે મંગલ ભલે ચહો,
સ્નેહવશ બન્યા જડસમા એથી એમ કહો.
 
કૈકેયીસુત કુટિલમતિ રામવિમુખ ગતલાજ
મને અધમને અર્પતાં રાજ ચહો સુખ આજ.