Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

रघुवीर के दर्शन की आज्ञा दो - भरत
 
आन उपाउ मोहि नहि सूझा । को जिय कै रघुबर बिनु बूझा ॥
एकहिं आँक इहइ मन माहीं । प्रातकाल चलिहउँ प्रभु पाहीं ॥१॥
 
जद्यपि मैं अनभल अपराधी । भै मोहि कारन सकल उपाधी ॥
तदपि सरन सनमुख मोहि देखी । छमि सब करिहहिं कृपा बिसेषी ॥२॥
 
सील सकुच सुठि सरल सुभाऊ । कृपा सनेह सदन रघुराऊ ॥
अरिहुक अनभल कीन्ह न रामा । मैं सिसु सेवक जद्यपि बामा ॥३॥
 
तुम्ह पै पाँच मोर भल मानी । आयसु आसिष देहु सुबानी ॥
जेहिं सुनि बिनय मोहि जनु जानी । आवहिं बहुरि रामु रजधानी ॥४॥
 
(दोहा)  
जद्यपि जनमु कुमातु तें मैं सठु सदा सदोस ।
आपन जानि न त्यागिहहिं मोहि रघुबीर भरोस ॥ १८३ ॥

*
MP3 Audio

*
 
રામને મળવા જવાની આજ્ઞા આપો - ભરત
 
મારા દિલમાં લાગી ગઇ લ્હાય, સૂઝે અન્ય હવે ના ઉપાય;
મને રઘુવર વિના કોણ જાણે, જઉં મળવા માટે પ્રાતઃકાળે.
 
જોકે દુષ્ટ છું હું અપરાધી, મારે લીધે થઇ આ ઉપાધિ,
તોય શરણે જોઇ ક્ષમા કરશે કૃપાપાત્ર અધિક મને ગણશે.
 
શીલ સંકોચ સ્નેહના ધામ દીનબંધુ કૃપાળુ છે રામ;
બન્યો પ્રતિકૂળ તોપણ બાળ દાસ, રાખશે મારી સંભાળ.
 
તમે સમજીને મારું કલ્યાણ આપો આજ્ઞા કરું કે પ્રયાણ;
સુણી વિનય મને દાસ જાણી આવે રામ પાછા રાજધાની.
 
(દોહરો)
કુમાતથી જન્મ્યો ખરે હું શઠ સદા સદોષ,
તજશે નિજ જાણી નહીં, છે રઘુવીર ભરોસ.