कौशल्या की आज्ञा से भरत रथाधीन हुआ
राम दरस बस सब नर नारी । जनु करि करिनि चले तकि बारी ॥
बन सिय रामु समुझि मन माहीं । सानुज भरत पयादेहिं जाहीं ॥१॥
देखि सनेहु लोग अनुरागे । उतरि चले हय गय रथ त्यागे ॥
जाइ समीप राखि निज डोली । राम मातु मृदु बानी बोली ॥२॥
तात चढ़हु रथ बलि महतारी । होइहि प्रिय परिवारु दुखारी ॥
तुम्हरें चलत चलिहि सबु लोगू । सकल सोक कृस नहिं मग जोगू ॥३॥
सिर धरि बचन चरन सिरु नाई । रथ चढ़ि चलत भए दोउ भाई ॥
तमसा प्रथम दिवस करि बासू । दूसर गोमति तीर निवासू ॥४॥
(दोहा)
पय अहार फल असन एक निसि भोजन एक लोग ।
करत राम हित नेम ब्रत परिहरि भूषन भोग ॥ १८८ ॥
*
MP3 Audio
*
કૌશલ્યાની આજ્ઞા માની ભરત રથમાં બેસે છે
દર્શન માટે આતુર નરનારી તાકે તરસ્યાં પ્રાણી જેમ વારિ;
રામ હોવાથી વનમાં ન્યારા બંધુ બંને ચાલ્યા પગપાળા
લોકો એમનો નેહ નિહાળી ચાલ્યા પગપાળા વાહન ત્યાગી;
કહ્યું કૌશલ્યાએ ત્યારે પ્રેમે પહોંચી ભરત પાસે જઇ કેમે.
તમે ચાલશો જો પગપાળા, ચઢશે કોઇ રથે તો ના ન્યારા;
થશે વ્યથિત બધો પરિવાર, શક્તિ તનમાં રહી ના લગાર.
માટે બંને રથમાં જ વિરાજો, એથી પુરજન પાસે ના લાજો.
(દોહરો)
આજ્ઞા માની માતની ચરણોમાં નામી
રથ પર બેઠા માર્ગમાં એ બંને ભાઇ.
પ્રથમ દિને તમસાતટે સૌએ કરી નિવાસ
બીજે દિવસે ગોમતી તીરે કીધો નિવાસ
કોઇ એક વખત જમ્યાં કોઇ પય ફળ સાથ
ભૂષણભોગ તજી કર્યા વ્રત રઘુવરને કાજ.

