गुह भरत से मिला
लखन सनेहु सुभायँ सुहाएँ । बैरु प्रीति नहिं दुरइँ दुराएँ ॥
अस कहि भेंट सँजोवन लागे । कंद मूल फल खग मृग मागे ॥१॥
मीन पीन पाठीन पुराने । भरि भरि भार कहारन्ह आने ॥
मिलन साजु सजि मिलन सिधाए । मंगल मूल सगुन सुभ पाए ॥२॥
देखि दूरि तें कहि निज नामू । कीन्ह मुनीसहि दंड प्रनामू ॥
जानि रामप्रिय दीन्हि असीसा । भरतहि कहेउ बुझाइ मुनीसा ॥३॥
राम सखा सुनि संदनु त्यागा । चले उतरि उमगत अनुरागा ॥
गाउँ जाति गुहँ नाउँ सुनाई । कीन्ह जोहारु माथ महि लाई ॥४॥
(दोहा)
करत दंडवत देखि तेहि भरत लीन्ह उर लाइ ।
मनहुँ लखन सन भेंट भइ प्रेम न हृदयँ समाइ ॥ १९३ ॥
*
MP3 Audio
*
ગુહ ભરતને મળે છે
(દોહરો)
સ્વભાવ સુંદર દેખતાં લઇશ સમજી સ્નેહ;
છુપાવ્યા છુપાય ના કદી વેર કે નેહ.
સામગ્રી ઉપહારની ગુહે કરી તૈયાર,
કંદમૂળ ફળ વિહગ ને સુંદર હરણ અપાર.
ભોઇ પાસે પુષ્ટ ને સૂકા મીનતણા
ભારા મંગાવ્યા; થયા માર્ગે શકુન ઘણા.
*
દેખી મુનિને કહી નિજનામ કર્યા દૂરથી દંડપ્રણામ;
મુનિએ અર્પી શુભાશિષ એને કહ્યું ભરતને સમજાવી સ્નેહે.
રામમિત્ર જાણી રથત્યાગ કરી ભરત ચાલ્યા સાનુરાગ;
ગુહે ગ્રામ કુળ નામ કહીને કરી વંદના સ્પર્શી મહીને.
(દોહરો)
દંડવત કર્યા તો ધર્યું ભરતે આલિંગન,
જાણે કે લક્ષ્મણ મળ્યા; એવા પ્રેમમગન.

