Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

परिस्थिति के लिए स्वयं अपराधी जानकर भरत को पीडा
 
राम सुना दुखु कान न काऊ । जीवनतरु जिमि जोगवइ राऊ ॥
पलक नयन फनि मनि जेहि भाँती । जोगवहिं जननि सकल दिनराती ॥१॥
 
ते अब फिरत बिपिन पदचारी । कंद मूल फल फूल अहारी ॥
धिग कैकेई अमंगल मूला । भइसि प्रान प्रियतम प्रतिकूला ॥२॥
 
मैं धिग धिग अघ उदधि अभागी । सबु उतपातु भयउ जेहि लागी ॥
कुल कलंकु करि सृजेउ बिधाताँ । साइँदोह मोहि कीन्ह कुमाताँ ॥३॥
 
सुनि सप्रेम समुझाव निषादू । नाथ करिअ कत बादि बिषादू ॥
राम तुम्हहि प्रिय तुम्ह प्रिय रामहि । यह निरजोसु दोसु बिधि बामहि ॥४॥
 
(छंद)
बिधि बाम की करनी कठिन जेंहिं मातु कीन्ही बावरी ।
तेहि राति पुनि पुनि करहिं प्रभु सादर सरहना रावरी ॥
तुलसी न तुम्ह सो राम प्रीतमु कहतु हौं सौहें किएँ ।
परिनाम मंगल जानि अपने आनिए धीरजु हिएँ ॥
 
(सोरठा)
अंतरजामी रामु सकुच सप्रेम कृपायतन ।
चलिअ करिअ बिश्रामु यह बिचारि दृढ़ आनि मन ॥ २०१ ॥

*
MP3 Audio

*
 
ભરત પોતાની જાતને ધિક્કારે છે
 
(દોહરો)
રામે જોયું સાંભળ્યું જીવનમાં ના દુઃખ,
સાચવતા નૃપ એમને સમજી જીવનવૃક્ષ.
 
મણિની સર્પ, નયનતણી પાંપણ રાખે ભાળ
માતા તેમજ રાખતી રાતદિવસ સંભાળ.
*
હવે વનમાં તે પગપાળા ફરતા, કંદમૂળ ને ફળફૂલ જમતા,
ધિક જનની અમંગલમૂળ બની પ્રાણ પ્રિયતમ પ્રતિકૂળ.
 
ધિક પાપસિંધુ હું અભાગી રહ્યા ઉત્પાત જેનાથી જાગી;
કર્યો કુળનો કલંક વિધાતા, સાઇદ્રોહી બનાવ્યો કુમાતા.
 
સુણી સપ્રેમ બોલ્યા નિષાદ, શાને વ્યર્થ કરો છો વિષાદ;
તમે રામને પ્રિય રામ તમને, દોષ દીસે છે વિધિનો જ અમને.
 
(છંદ)
પ્રતિકૂળ વિધિની કઠિન કરણી બુદ્ધિ બદલી માતની;
તે રાત પ્રભુ સાદર પ્રશંસા હતા કરતા આપની;
ના પરમપ્રિય શ્રીરામને કોઇ જગતમાં આપ શો;
પરિણામ મંગલ આવશે, સાચે કહું, ધીરજ ધરો.
 
(દોહરો)
અંતર્યામી રામ સરળ સપ્રેમ કૃપાયતન,
કરો હવે વિશ્રામ સમજી દઢ કરતાં મન.