भरत अपनी व्यथा व्यक्त करता है
मुनि समाजु अरु तीरथराजू । साँचिहुँ सपथ अघाइ अकाजू ॥
एहिं थल जौं किछु कहिअ बनाई । एहि सम अधिक न अघ अधमाई ॥१॥
तुम्ह सर्बग्य कहउँ सतिभाऊ । उर अंतरजामी रघुराऊ ॥
मोहि न मातु करतब कर सोचू । नहिं दुखु जियँ जगु जानिहि पोचू ॥२॥
नाहिन डरु बिगरिहि परलोकू । पितहु मरन कर मोहि न सोकू ॥
सुकृत सुजस भरि भुअन सुहाए । लछिमन राम सरिस सुत पाए ॥३॥
राम बिरहँ तजि तनु छनभंगू । भूप सोच कर कवन प्रसंगू ॥
राम लखन सिय बिनु पग पनहीं । करि मुनि बेष फिरहिं बन बनही ॥४॥
(दोहा)
अजिन बसन फल असन महि सयन डासि कुस पात ।
बसि तरु तर नित सहत हिम आतप बरषा बात ॥ २११ ॥
*
MP3 Audio
*
ભરત પોતાની વ્યથા વ્યક્ત કરે છે
(દોહરો)
મુનિસમાજ સૌ તીર્થના રાજા તેમ અહીં,
લેતાં સાચા શપથ પણ પાપ અકાજ વળી.
બનાવટ કરીને કશું કથાય સ્થળમાં આ
એના જેવી અધમતા પાપ ન કોઇ હા !
*
તમે સર્વજ્ઞ જાણો સૌ કાંઈ, રઘુવર વળી અંતર્યામી;
નથી માતાના કર્મનો શોક મને જગનો વળી અફસોસ.
કરે ભયભીત ના પરલોક, પિતામરણનો મુજને ના શોક;
પિતા સુકૃત સુયશથી સોહે, સુત રામ-લક્ષ્મણસમા મોહે.
રામવિરહે ક્ષણિક તન છોડયું, એના શોકમાં મને ના જોડું;
રામ લક્ષ્મણ સીતા પગે ચાલે, વનમાં મુનિવેશ ધરીને મ્હાલે.
(દોહરો)
વલ્કલ, ફળ ભોજન, શયન બિછાવતાં કુશપાત,
તર નીચે વસતાં સહે શીતોષ્ણ વર્ષા વાત.

