Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

गुह ने भरत को होंसला दिया
 
जौं परिहरहिं मलिन मनु जानी । जौ सनमानहिं सेवकु मानी ॥
मोरें सरन रामहि की पनही । राम सुस्वामि दोसु सब जनही ॥१॥
 
जग जस भाजन चातक मीना । नेम पेम निज निपुन नबीना ॥
अस मन गुनत चले मग जाता । सकुच सनेहँ सिथिल सब गाता ॥२॥
 
फेरत मनहुँ मातु कृत खोरी । चलत भगति बल धीरज धोरी ॥
जब समुझत रघुनाथ सुभाऊ । तब पथ परत उताइल पाऊ ॥३॥
 
भरत दसा तेहि अवसर कैसी । जल प्रबाहँ जल अलि गति जैसी ॥
देखि भरत कर सोचु सनेहू । भा निषाद तेहि समयँ बिदेहू ॥४॥
 
(दोहा)  
लगे होन मंगल सगुन सुनि गुनि कहत निषादु ।
मिटिहि सोचु होइहि हरषु पुनि परिनाम बिषादु ॥ २३४ ॥

*
MP3 Audio

*
 
ગુહ ભરતની દ્વિધા દુર કરે છે
 
(દોહરો)
મલિન ગણી મુજને તજે આપે કે સન્માન,
રામપાદુકાના વિના મારે શરણ ન આન.
 
ઉત્તમ સ્વામી રામ તો, દોષ બધો મારો,
મહિમા રઘુપતિ પ્રેમનો જાણે સૌ ન્યારો.
*
યશભાજન તો ચાતક મીન, નેમ પ્રેમ નિજ નિપુણ નવીન;
એમ વિચારી ચાલ્યા જાય, શિથિલ સ્નેહથી અંગો થાય.
 
ધીરજ ધુરા ધરીને વધે માર્ગે રટતા રઘુવર બધે;
દશા એમની અદભુત હતી જળમાં જ્યમ જળઅલિની થતી.
 
(દોહરો)
સ્નેહ નિહાળી ભરતનો મધુરો વળી વિષાદ
રોમાંચિત બનતાં બન્યો તરત વિદેહ નિષાદ.
 
મંગલ શકુન વિચારતાં બોલ્યો સહજ નિષાદ,
મટશે શોક, હરખ થશે, પણ પરિણામ વિષાદ.