Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

लक्ष्मण और भरत का मिलाप

मिलनि प्रीति किमि जाइ बखानी । कबिकुल अगम करम मन बानी ॥
परम पेम पूरन दोउ भाई । मन बुधि चित अहमिति बिसराई ॥१॥

कहहु सुपेम प्रगट को करई । केहि छाया कबि मति अनुसरई ॥
कबिहि अरथ आखर बलु साँचा । अनुहरि ताल गतिहि नटु नाचा ॥२॥

अगम सनेह भरत रघुबर को । जहँ न जाइ मनु बिधि हरि हर को ॥
सो मैं कुमति कहौं केहि भाँती । बाज सुराग कि गाँडर ताँती ॥३॥

मिलनि बिलोकि भरत रघुबर की । सुरगन सभय धकधकी धरकी ॥
समुझाए सुरगुरु जड़ जागे । बरषि प्रसून प्रसंसन लागे ॥४॥

(दोहा)   
मिलि सपेम रिपुसूदनहि केवटु भेंटेउ राम ।
भूरि भायँ भेंटे भरत लछिमन करत प्रनाम ॥ २४१ ॥

*
MP3 Audio

*

લક્ષ્મણ અને ભરતનો મિલાપ

(દોહરો)
મેળાપ તથા પ્રેમનું વર્ણન કોણ કરે;
મનવાણી ને કર્મથી અગમ્ય કવિકુળને.

પરમપ્રેમથી પૂર્ણ એ બન્યા બેય ભાઇ,
અહંકાર મન બુદ્ધિ ના ચિત્ત રહ્યું કાંઇ.
*
કોણ પ્રેમ એ પ્રગટ કરે; કવિબુદ્ધિ છાયા અનુસરે;
કવિને અર્થતણું બળ સાચ, તાલ મુજબ નટ નાચે નાચ.

રામ-ભરતનો સ્નેહ અપાર, વિધિ હરિહર ના પામે પાર;
કુમતિ કહું તે કેમ કરી; રહે ના ગાડર રાગ ધરી.

મિલન ભરત ને રામતણું દેખી અંતર વ્યગ્ર ઘણું
થયું દેવનું પણ ગુરુએ કહેવાથી શાંત થયા તે.

(દોહરો)
મળ્યા સપ્રેમ નિષાદ ને રિપુસૂદનને રામ;
લક્ષ્મણને ભેટયા ભરત પેખી પ્રેમપ્રણામ.