Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

 श्रीराम सबको वापस अयोध्या लौटने को कहते है
 
राम बचन सुनि सभय समाजू । जनु जलनिधि महुँ बिकल जहाजू ॥
सुनि गुर गिरा सुमंगल मूला । भयउ मनहुँ मारुत अनुकुला ॥१॥
 
पावन पयँ तिहुँ काल नहाहीं । जो बिलोकि अंघ ओघ नसाहीं ॥
मंगलमूरति लोचन भरि भरि । निरखहिं हरषि दंडवत करि करि ॥२॥
 
राम सैल बन देखन जाहीं । जहँ सुख सकल सकल दुख नाहीं ॥
झरना झरिहिं सुधासम बारी । त्रिबिध तापहर त्रिबिध बयारी ॥३॥
 
बिटप बेलि तृन अगनित जाती । फल प्रसून पल्लव बहु भाँती ॥
सुंदर सिला सुखद तरु छाहीं । जाइ बरनि बन छबि केहि पाहीं ॥४॥
 
(दोहा)   
सरनि सरोरुह जल बिहग कूजत गुंजत भृंग ।
बैर बिगत बिहरत बिपिन मृग बिहंग बहुरंग ॥ २४९ ॥

*
MP3 Audio

*
 
રામ સૌને અયોધ્યા પાછા ફરવા જણાવે છે
 
બન્યો ભયભીત સુણતાં સમાજ જેમ ડગમગે નદમાં જહાજ;
ગુરુની વાણી સુમંગલમૂળ, થયો જાણે મારુત અનુકૂળ.
 
જેના દર્શને પાતક જાય એવી નદીમાં ન્હાતાં ત્રણે કાળ;
જોતાં મંગલમૂર્તિ રામ ભરી આંખ કરીને પ્રણામ.
 
ચિત્રકૂટ ને વન જોવા જાય દુઃખ જ્યાં ના સુખ સકળ સમાય;
ઝરણાં જળને સુધાસમ ઝરતાં, ત્રણે તાપ હરે વાયુ વહતાં.
 
તૃણ વેલ વિટપ અગણિત ફળફૂલ પલ્લવ હરે ચિત્ત;
શિલા સુંદર સુખદ તરુછાંય, શોભા વર્ણવી કોનાથી જાય ?
 
(દોહરો)
સરે સરોરુહ, જલ વિહગ કૂજે, ગૂંજે ભૃંગ;
વિગત વેર વિહરે વને મૃગવિહંગ બહુરંગ.