Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

वनवासीओं द्वारा आगंतुको का सत्कार
 
कोल किरात भिल्ल बनबासी । मधु सुचि सुंदर स्वादु सुधा सी ॥
भरि भरि परन पुटीं रचि रुरी । कंद मूल फल अंकुर जूरी ॥१॥
 
सबहि देहिं करि बिनय प्रनामा । कहि कहि स्वाद भेद गुन नामा ॥
देहिं लोग बहु मोल न लेहीं । फेरत राम दोहाई देहीं ॥२॥
 
कहहिं सनेह मगन मृदु बानी । मानत साधु पेम पहिचानी ॥
तुम्ह सुकृती हम नीच निषादा । पावा दरसनु राम प्रसादा ॥३॥
 
हमहि अगम अति दरसु तुम्हारा । जस मरु धरनि देवधुनि धारा ॥
राम कृपाल निषाद नेवाजा । परिजन प्रजउ चहिअ जस राजा ॥४॥
 
(दोहा)  
यह जिँयँ जानि सँकोचु तजि करिअ छोहु लखि नेहु ।
हमहि कृतारथ करन लगि फल तृन अंकुर लेहु ॥ २५० ॥

*
MP3 Audio

*
 
વનવાસીઓ દ્વારા સૌ આગંતુકોનો સત્કાર
 
કોલકિરાત ભીલવનલોક, મધુ શુચિસુંદર સ્વાદુ અમોલ
પર્ણપાત્રમાં પ્રણયે ભરી, કંદમૂળ ફળ અંકુર લઇ,
 
સવિનય દેતા કરી પ્રણામ કહી સ્વાદ ગુણપ્રકાર નામ;
મૂલ્ય લેશપણ લેતા નહીં, રઘુપતિકેરા શપથ દઇ.
 
વદતા પ્રેમમગન મૃદુ વાણ, સજ્જન કરે સ્નેહ સન્માન,
તમે ઉચ્ચ અમે નીચ નિષાદ, દર્શન પામ્યા રામ પ્રસાદ.
 
મરુભોમે ગંગાની ધાર દર્શન દુર્લભ એમ અપાર;
કૃપાળુ રામે કૃપા કરી, લીધા ભેદ સમસ્ત હરી.
 
(દોહરો)
સંકોચ તજી પ્રેમને પેખી કૃપા કરો,
કૃતાર્થ કરવા કાજ આ ક્ષુલ્લક ભેટ ગ્રહો.