राम को कैसे मनायें – भरत की दुविधा
कीन्ही मातु मिस काल कुचाली । ईति भीति जस पाकत साली ॥
केहि बिधि होइ राम अभिषेकू । मोहि अवकलत उपाउ न एकू ॥१॥
अवसि फिरहिं गुर आयसु मानी । मुनि पुनि कहब राम रुचि जानी ॥
मातु कहेहुँ बहुरहिं रघुराऊ । राम जननि हठ करबि कि काऊ ॥२॥
मोहि अनुचर कर केतिक बाता । तेहि महँ कुसमउ बाम बिधाता ॥
जौं हठ करउँ त निपट कुकरमू । हरगिरि तें गुरु सेवक धरमू ॥३॥
एकउ जुगुति न मन ठहरानी । सोचत भरतहि रैनि बिहानी ॥
प्रात नहाइ प्रभुहि सिर नाई । बैठत पठए रिषयँ बोलाई ॥४॥
(दोहा)
गुर पद कमल प्रनामु करि बैठे आयसु पाइ ।
बिप्र महाजन सचिव सब जुरे सभासद आइ ॥ २५३ ॥
*
MP3 Audio
*
રામને મનાવવા કેવી રીતે તેની દ્વિધામાં ભરત
(દોહરો)
કુટિલ કાર્ય માતે કર્યું, ભરત વિચારે એમ,
રાજ્યાભિષેક રામનો કરી શકાશે કેમ ?
ગુરુની આજ્ઞા માનતાં પાછા ફરશે રામ,
જાણીને રુચિ રામની ગુરુ પણ કહેશે કામ.
માતાના આદેશથી પાછા રામ ફરે,
જનની પરંતુ રામની હઠ કોદીય કરે ?
ગણના મારી લેશ ના, મારો સમય ખરાબ,
કરું દુરાગ્રહ થાય તો એ અપરાધ અમાપ.
દાસધર્મ કૈલાસના કરતાં કહ્યો કઠોર;
ભરતચિત્તમાં ઉદભવ્યા વિચાર ચારેકોર.
એકે યુક્તિ ભરતને ઉત્તમ ના લાગી,
પસાર કીધી રાતને વિચારમાં જાગી.
સ્નાન કરી રઘુનાથને બેઠા કરી પ્રણામ
ત્યાં જ વસિષ્ઠે ભરતને બોલાવ્યા નિષ્કામ.
વંદી ગુરુપદકમળને બેઠા સાદર પાસ,
વિપ્ર મહાજન સચિવ જ્યાં હતા સભાસદ ખાસ.

