कैकेयी द्वारा अपने किये पर पश्चाताप
पुर जन नारि मगन अति प्रीती । बासर जाहिं पलक सम बीती ॥
सीय सासु प्रति बेष बनाई । सादर करइ सरिस सेवकाई ॥१॥
लखा न मरमु राम बिनु काहूँ । माया सब सिय माया माहूँ ॥
सीयँ सासु सेवा बस कीन्हीं । तिन्ह लहि सुख सिख आसिष दीन्हीं ॥२॥
लखि सिय सहित सरल दोउ भाई । कुटिल रानि पछितानि अघाई ॥
अवनि जमहि जाचति कैकेई । महि न बीचु बिधि मीचु न देई ॥३॥
लोकहुँ बेद बिदित कबि कहहीं । राम बिमुख थलु नरक न लहहीं ॥
यहु संसउ सब के मन माहीं । राम गवनु बिधि अवध कि नाहीं ॥४॥
(दोहा)
निसि न नीद नहिं भूख दिन भरतु बिकल सुचि सोच ।
नीच कीच बिच मगन जस मीनहि सलिल सँकोच ॥ २५२ ॥
*
MP3 Audio
*
કૈકેયીનો પશ્ચાતાપ
પ્રેમમગ્ન પુરનાં નરનાર, વીત્યો પલક જેમ સહુ કાળ;
સીતા વેશ સાસુના જેવા ધરી કરી પૂર્ણ રહી સેવા.
લહ્યો નહીં કોઇયે મર્મ, માયા સીતા માયા સર્વ;
સેવાથી વશ સાસુ બની, અર્પી આશિષ શીખ ઘણી.
સ્વભાવ સીતા-રામતણો લક્ષ્મણનો પણ સરળ ઘણો
દેખી થયો અસહ્ય અમાપ કૈકેયીને પશ્ચાત્તાપ.
કરી યાચના યમની પાસ વળી ધરિત્રી પાસે ખાસ,
ધરતી દેતી માર્ગ નહીં વિધાતા ન દે મૃત્યુ કહીં.
કહે લોક કવિ જન ને વેદ રામવિમુખ નર પામે ખેદ,
નરકમાંય પામે ના સ્થાન, સંતપ્ત બને સઘળે પ્રાણ.
(દોહરો)
સંદેહ થતો સર્વના મનમાં દિન ને રાત,
રામ અયોધ્યાગમનની સુણશે કે નવ વાત ?
નિદ્રા ના ને ના ક્ષુધા ભરત અનુભવે શોક,
અલ્પ વારિમાં મીનને જેમ થાય સંકોચ.

