राम की जगह भरत वन में रहे – वशिष्ठ का सुझाव
तात बात फुरि राम कृपाहीं । राम बिमुख सिधि सपनेहुँ नाहीं ॥
सकुचउँ तात कहत एक बाता । अरध तजहिं बुध सरबस जाता ॥१॥
तुम्ह कानन गवनहु दोउ भाई । फेरिअहिं लखन सीय रघुराई ॥
सुनि सुबचन हरषे दोउ भ्राता । भे प्रमोद परिपूरन गाता ॥२॥
मन प्रसन्न तन तेजु बिराजा । जनु जिय राउ रामु भए राजा ॥
बहुत लाभ लोगन्ह लघु हानी । सम दुख सुख सब रोवहिं रानी ॥३॥
कहहिं भरतु मुनि कहा सो कीन्हे । फलु जग जीवन्ह अभिमत दीन्हे ॥
कानन करउँ जनम भरि बासू । एहिं तें अधिक न मोर सुपासू ॥४॥
(दोहा)
अँतरजामी रामु सिय तुम्ह सरबग्य सुजान ।
जो फुर कहहु त नाथ निज कीजिअ बचनु प्रवान ॥ २५६ ॥
*
MP3 Audio
*
રામને બદલે ભરત વનમાં રહે એવો વશિષ્ઠનો સુઝાવ
(દોહરો)
બોલ્યા ગુરુ, સાચું કહ્યું રામકૃપાથી એ;
રામવિમુખને સિદ્ધિ ના શાંતિ મળે સ્વપને.
સંકોચાઉં વાતને સત્ય કહેતાં એક,
બુધ છોડે અડધું જતું જ્યારે લાગે છેક.
*
ઉભય બંધુ જાઓ વનમાં, સીતારામ ફરે પુરમાં;
વચન સુણીને હરખ્યા ભ્રાત, પરિપૂર્ણ બન્યાં સુખથી ગાત્ર.
મન પ્રસન્ન, તન થયો પ્રકાશ, આવ્યા નૃપ રામ બન્યા રાજ;
અલ્પ હાનિ જનને વધુ લાભ; સમ સુખદુઃખ સૌ રોઇ માત.
ભરતે કહ્યું, મધુર મુનિકથન જગને અભિમતદાયક સકળ;
કરીશ જીવનભર વનવાસ, સુખ એથી સાંપડશે ખાસ.
(દોહરો)
અંતર્યામી રામસિય; છો સર્વજ્ઞ સુજાણ;
સત્ય કહો તો વચનને આજે કરો પ્રમાણ.

