मै आजीवन वनवास के लिए राजी - भरत
भरत बचन सुनि देखि सनेहू । सभा सहित मुनि भए बिदेहू ॥
भरत महा महिमा जलरासी । मुनि मति ठाढ़ि तीर अबला सी ॥१॥
गा चह पार जतनु हियँ हेरा । पावति नाव न बोहितु बेरा ॥
औरु करिहि को भरत बड़ाई । सरसी सीपि कि सिंधु समाई ॥२॥
भरतु मुनिहि मन भीतर भाए । सहित समाज राम पहिँ आए ॥
प्रभु प्रनामु करि दीन्ह सुआसनु । बैठे सब सुनि मुनि अनुसासनु ॥३॥
बोले मुनिबरु बचन बिचारी । देस काल अवसर अनुहारी ॥
सुनहु राम सरबग्य सुजाना । धरम नीति गुन ग्यान निधाना ॥४॥
(दोहा)
सब के उर अंतर बसहु जानहु भाउ कुभाउ ।
पुरजन जननी भरत हित होइ सो कहिअ उपाउ ॥ २५७ ॥
*
MP3 Audio
*
ભરત આજીવન વનવાસ માટે તૈયાર
વચન સુણી દેખીને સ્નેહ સભાસહિત મુનિ થયા વિદેહ;
ભરત મહામહિમા જલરાશી મુનિમતિ ત્યાં ઊભી અબલાશી.
ઉપાય શોધ્યો કરવા પાર, પામી શક્યા નહીં નિસ્તાર;
નૌકાનાવ ન મછવો મળ્યો, મનનો ઉમંગ મનમાં રહ્યો.
ભરત શ્રેષ્ઠતા કોણ કહે, સરછીપે ના સાગર રહે.
ભરત મુનિના મનમાં ગમ્યા; રામપાસ મુનિ સૌ સહ ગયા;
પ્રભુએ પ્રણમી અર્પ્યું સુઆસન, બેઠાં સૌ રત મુનિ અનુશાસન.
બોલ્યા મુનિવર કરી વિચાર દેશકાળ અવસર અનુસાર,
સુણો રામ સર્વજ્ઞ સુજાણ ધર્મનીતિ ગુણ જ્ઞાનનિધાન.
(દોહરો)
વસો સર્વના હૃદયમાં, જાણો ભાવકુભાવ;
જન જનની હો ભરતહિત એવો કહો ઉપાય.

