Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

मैं ही सर्व अनर्थो का मूल हूँ - भरत
 
भूपति मरन पेम पनु राखी । जननी कुमति जगतु सबु साखी ॥
देखि न जाहि बिकल महतारी । जरहिं दुसह जर पुर नर नारी ॥१॥
 
महीं सकल अनरथ कर मूला । सो सुनि समुझि सहिउँ सब सूला ॥
सुनि बन गवनु कीन्ह रघुनाथा । करि मुनि बेष लखन सिय साथा ॥२॥
 
बिनु पानहिन्ह पयादेहि पाएँ । संकरु साखि रहेउँ एहि घाएँ ॥
बहुरि निहार निषाद सनेहू । कुलिस कठिन उर भयउ न बेहू ॥३॥
 
अब सबु आँखिन्ह देखेउँ आई । जिअत जीव जड़ सबइ सहाई ॥
जिन्हहि निरखि मग साँपिनि बीछी । तजहिं बिषम बिषु तामस तीछी ॥४॥
 
(दोहा)  
तेइ रघुनंदनु लखनु सिय अनहित लागे जाहि ।
तासु तनय तजि दुसह दुख दैउ सहावइ काहि ॥ २६२ ॥

*
MP3 Audio

*
 
હું જ બધા અનર્થોનું મુળ છું - ભરત
 
છોડયો પણને લીધે નૃપે પ્રાણ, જનની કુમતિની જગને છે જાણ;
જોઇ વ્યાકુળ જનની ના જાય, તપ્ત નરનારી તાપથી થાય.
 
હું જ સકળ અનર્થોનું મૂળ, સુણી સમજી સહું સર્વ શૂળ;
વનગમન કર્યું રઘુનાથે મુનિવેશે લક્ષ્મણ સીતા સાથે
 
પદત્રાણ વિના પગપાળા રહ્યો જીવતો સાંભળી ચાલ્યા;
વળી નીરખી નિષાદનો સ્નેહ પડ્યો કઠિન ઉરે નવ છેદ.
 
અહીં સઘળું સગી આંખે જોયું તોય જીવન મેં નવ ખોયું;
જોઇ જેમને વીંછી ને સર્પ તજે વિષ ક્રોધ તેમજ દર્પ
 
(દોહરો)
તે રઘુનંદન અનુજ ને સીતાહિત ન કર્યું,
તેથી મુજને દુઃસહ દુઃખ એકાએક મળ્યું.