बृहस्पति ने कहा, भरत से प्रार्थना करो
सीतापति सेवक सेवकाई । कामधेनु सय सरिस सुहाई ॥
भरत भगति तुम्हरें मन आई । तजहु सोचु बिधि बात बनाई ॥१॥
देखु देवपति भरत प्रभाऊ । सहज सुभायँ बिबस रघुराऊ ॥
मन थिर करहु देव डरु नाहीं । भरतहि जानि राम परिछाहीं ॥२॥
सुनो सुरगुर सुर संमत सोचू । अंतरजामी प्रभुहि सकोचू ॥
निज सिर भारु भरत जियँ जाना । करत कोटि बिधि उर अनुमाना ॥३॥
करि बिचारु मन दीन्ही ठीका । राम रजायस आपन नीका ॥
निज पन तजि राखेउ पनु मोरा । छोहु सनेहु कीन्ह नहिं थोरा ॥४॥
(दोहा)
कीन्ह अनुग्रह अमित अति सब बिधि सीतानाथ ।
करि प्रनामु बोले भरतु जोरि जलज जुग हाथ ॥ २६६ ॥
*
MP3 Audio
*
બૃહસ્પતિએ ઇન્દ્રને કહ્યું, ભરતને પ્રાર્થના કરો.
(દોહરો)
સીતાપતિ શ્રીરામના સેવકની સેવા
કામધેનુ શતસમ કહી દેનારી મેવા.
ભરતભક્તિ મનમાં વસી તજો હવે તો શોક,
સુધરી વિધિથી વાત સૌ, ચિંતા છોડો ફોક.
*
જુઓ ભરતનો પરમ પ્રભાવ, વશ રઘુવર સહજ સ્વભાવ;
જાણી ભરતને રામની છાયા મનને સ્થિર કરો તજી ભય માયા.
જાણી દેવોનો શોક વિચાર થયો સંકોચ પ્રભુને અપાર;
ભરતે નિજશિર પર જાણ્યો ભાર, કર્યાં અનુમાનો વિવિધ તે કાળ.
કર્યો નિર્ણય મનમાં પછી કે, રામ કરશે સૌ હિતકર હશે તે;
છોડી નિજ પણ મુજ પણ રાખ્યું, એને અનુગ્રહ અલ્પ ના ભાખું.
(દોહરો)
કર્યો અનુગ્રહ અમિત અતિ સૌ વિધ સીતાનાથ;
કરી પ્રણામ ભરતે કહ્યું જોડીને બે હાથ.

