राम की करुणा के लिए भरत ने आभार प्रकट किया
कहौं कहावौं का अब स्वामी । कृपा अंबुनिधि अंतरजामी ॥
गुर प्रसन्न साहिब अनुकूला । मिटी मलिन मन कलपित सूला ॥१॥
अपडर डरेउँ न सोच समूलें । रबिहि न दोसु देव दिसि भूलें ॥
मोर अभागु मातु कुटिलाई । बिधि गति बिषम काल कठिनाई ॥२॥
पाउ रोपि सब मिलि मोहि घाला । प्रनतपाल पन आपन पाला ॥
यह नइ रीति न राउरि होई । लोकहुँ बेद बिदित नहिं गोई ॥३॥
जगु अनभल भल एकु गोसाईं । कहिअ होइ भल कासु भलाईं ॥
देउ देवतरु सरिस सुभाऊ । सनमुख बिमुख न काहुहि काऊ ॥४॥
(दोहा)
जाइ निकट पहिचानि तरु छाहँ समनि सब सोच ।
मागत अभिमत पाव जग राउ रंकु भल पोच ॥ २६७ ॥
*
MP3 Audio
*
રામની કરુણા માટે ભરત આભાર માને છે.
(દોહરો)
અંતર્યામી નાથ હે કૃપાસમુદ્ર મહાન,
કહું શું કહાવું વળી વદી તમોને વાણ ?
*
ગુરુ પ્રસન્ન સાહેબ અનુકૂળ, મટી મલિન મનકલ્પિત શૂળ.
કારણ શોકતણું નવ કશું, મિથ્યા ભય તમ મનમાં હતું.
માત કુટિલતા, મુજ દુર્ભાગ્ય, વિધિગતિ વિષમ, કાળ વિકરાળ,
સૌયે મળી કર્યો મુજ નાશ; તમે ઉગાર્યો મુજને ખાસ.
આપની ન એ નૂતન રીત, લોક વેદમાં પ્રસિદ્ધ પ્રીત.
જગત ખરાબ, ભલા છો આપ, જપવા કેમ ભલાઇ જાપ ?
કલ્પવૃક્ષસમ સહજ સ્વભાવ, રાગદ્વેષનો સદા અભાવ.
(દોહરો)
કલ્પવૃક્ષને ઓળખી એની પાસે જાય,
કેવળ છાયા પામતાં શોકમુક્ત તે થાય.
રાજા-રંક ભલા-બૂરા જ્ઞાની ને અજ્ઞાન,
મનમાન્યું ફળ મેળવે કરતાં કેવળ માંગ.

