निकलने से पहले भरत ने राम से सलाह मागी
पुरजन परिजन प्रजा गोसाई । सब सुचि सरस सनेहँ सगाई ॥
राउर बदि भल भव दुख दाहू । प्रभु बिनु बादि परम पद लाहू ॥१॥
स्वामि सुजानु जानि सब ही की । रुचि लालसा रहनि जन जी की ॥
प्रनतपालु पालिहि सब काहू । देउ दुहू दिसि ओर निबाहू ॥२॥
अस मोहि सब बिधि भूरि भरोसो । किएँ बिचारु न सोचु खरो सो ॥
आरति मोर नाथ कर छोहू । दुहुँ मिलि कीन्ह ढीठु हठि मोहू ॥३॥
यह बड़ दोषु दूरि करि स्वामी । तजि सकोच सिखइअ अनुगामी ॥
भरत बिनय सुनि सबहिं प्रसंसी । खीर नीर बिबरन गति हंसी ॥४॥
(दोहा)
दीनबंधु सुनि बंधु के बचन दीन छलहीन ।
देस काल अवसर सरिस बोले रामु प्रबीन ॥ ३१४ ॥
*
MP3 Audio
*
નીકળતાં પહેલા ભરત રામની સલાહ માગે છે
પુરજન પરિજન ને પ્રજા સઘળી શુદ્ધ સ્નેહસંબધે છે ગરવી;
ભવદુઃખ જ્વાળામાં બળવાનું સારું બની આપના રહેવાનું ન્યારું,
પણ સાથ ના પ્રભુ હો તમારો લાભ મોક્ષનો તો નવ સારો.
સ્વામી સુજ્ઞ છો, ઉર સૌનું જાણો, રુચિ લાલસા જનની પ્રમાણો;
આપ પ્રણતપાલક સૌને પાળો, કરો ઘર વનનો નિર્વાહ ન્યારો.
મને સર્વ પ્રકારે ભરોસ, નથી વિચારતાં રહ્યો શોક;
મારી દીનતા સ્વામીનો પ્રેમ કરે સ્તબ્ધ મને નવ કેમ ?
દોષ દૂર કરી મોટો સ્વામી, તજી સંકોચ શીખ દો પ્યારી;
નીરક્ષીરને અલગ કરનારાં ગમ્યાં ભરતવચન સૌને સારાં.
(દોહરો)
દીનબંધુ સ્વર બંધુનો સુણી દીન છળહીન,
દેશ કાળ સ્થિતિ સમજતાં બોલ્યા રામ પ્રવીણ.

