राम की सलाह
तात तुम्हारि मोरि परिजन की । चिंता गुरहि नृपहि घर बन की ॥
माथे पर गुर मुनि मिथिलेसू । हमहि तुम्हहि सपनेहुँ न कलेसू ॥१॥
मोर तुम्हार परम पुरुषारथु । स्वारथु सुजसु धरमु परमारथु ॥
पितु आयसु पालिहिं दुहु भाई । लोक बेद भल भूप भलाई ॥२॥
गुर पितु मातु स्वामि सिख पालें । चलेहुँ कुमग पग परहिं न खालें ॥
अस बिचारि सब सोच बिहाई । पालहु अवध अवधि भरि जाई ॥३॥
देसु कोसु परिजन परिवारू । गुर पद रजहिं लाग छरुभारू ॥
तुम्ह मुनि मातु सचिव सिख मानी । पालेहु पुहुमि प्रजा रजधानी ॥४॥
(दोहा)
मुखिआ मुखु सो चाहिऐ खान पान कहुँ एक ।
पालइ पोषइ सकल अँग तुलसी सहित बिबेक ॥ ३१५ ॥
*
MP3 Audio
*
રામની સલાહ
(દોહરો)
પરિવારતણી આપની મારી વનઘરની
વસિષ્ઠને જનકને ચિંતા છે સઘળી.
શિર પર ગુરુ, મિથિલેશ ને વિશ્વામિત્ર બધા,
પછી સ્વપ્નમાં ક્લેશ ના આપણને નડતા.
*
પરમ આપણો એ પુરુષાર્થ, સ્વાર્થ ધર્મ યશ કે પરમાર્થ
પિતાતણું આજ્ઞાપાલન; સૌના હીતનું એ કારણ.
(દોહરો)
આજ્ઞા ગુરુ માતાપિતા સ્વામીની પાળ્યે
કુમાર્ગગામી થાય પણ પડે ન કો કાળે.
આજ્ઞા એમ વિચારતાં મનનો તજી વિષાદ
અવધિ સુધી અવધે જઇ પાળો ગણી પ્રસાદ.
*
દેશ કોશ પરિજન પરિવાર ગુરુપદરજ સૌનો આધાર;
સચિવ માત મુનિ મત અનુસાર બનો પ્રજાકેરા પ્રતિપાળ.
(દોહરો)
મુખ્ય માનવી મુખસમો ખાનપાનમાં એક,
પાળે પોષે અંગ સૌ રાખી તોય વિવેક.

