Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

तपस्वी के वेश में भरत नंदीग्राम में रहे 
 
राम मातु गुर पद सिरु नाई । प्रभु पद पीठ रजायसु पाई ॥
नंदिगावँ करि परन कुटीरा । कीन्ह निवासु धरम धुर धीरा ॥१॥
 
जटाजूट सिर मुनिपट धारी । महि खनि कुस साँथरी सँवारी ॥
असन बसन बासन ब्रत नेमा । करत कठिन रिषिधरम सप्रेमा ॥२॥
 
भूषन बसन भोग सुख भूरी । मन तन बचन तजे तिन तूरी ॥
अवध राजु सुर राजु सिहाई । दसरथ धनु सुनि धनदु लजाई ॥३॥
 
तेहिं पुर बसत भरत बिनु रागा । चंचरीक जिमि चंपक बागा ॥
रमा बिलासु राम अनुरागी । तजत बमन जिमि जन बड़भागी ॥४॥
 
(दोहा)   
राम पेम भाजन भरतु बड़े न एहिं करतूति ।
चातक हंस सराहिअत टेंक बिबेक बिभूति ॥ ३२४ ॥

*
MP3 Audio

*
 
ભરત નંદીગ્રામમાં ઋષિધર્મ પાળી રહે છે
 
(દોહરો)
કૌશલ્યા ને ગુરુતણા પદે નમાવી શીશ
ચરણપાદુકાની લઇ આજ્ઞા વળી પવિત્ર
 
ધર્મધુરા ધારક ભરત કુટિર કરી તૈયાર
નંદીગ્રામ મહીં રહ્યા તુષ્ટિથકી અપાર.
*
જટા શિરે તન મુનિપટ ધરી, દર્ભાસન ધરતી પર વળી,
અશન વસન વાસણ વ્રત નેમ, પાળે ઋષિના ધર્મ સપ્રેમ.
 
ભૂષણ વસન ભોગ સુખ તેમ તન મન વચન તજ્યાં તૃણ જેમ.
અવધરાજ સ્તવતો સુરરાજ, દશરથના સુખ સાધન સાજ
 
શરમાતો સુણતાં જ કુબેર, વસી રહ્યા ત્યાં ભરત સુપેર,
ભ્રમર જેમ ચંપાને બાગ અલિપ્ત તેમજ તજતાં રાગ.
 
રમાવિલાસ રામઅનુરાગ પામી તજતા જન બડભાગ;
વમન જેમ ના એને ગ્રહે ભક્તિતણું સુખ નિશદિન લહે.
 
(દોહરો)
રામ પ્રેમભાજન ભરત, કઠિન એમને શું;
ચાતક હંસતણાં સ્તવે ટેક વિવેક સહુ.