if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

मंगलाचरण

श्लोक

वर्णानामर्थसंघानां रसानां छन्दसामपि ।
मङ्गलानां च कर्त्तारौ वन्दे वाणीविनायकौ ॥१॥

भवानीशङ्करौ वन्दे श्रद्धाविश्वासरूपिणौ ।
याभ्यां विना न पश्यन्ति सिद्धाःस्वान्तःस्थमीश्वरम् ॥२॥

वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणम् ।
यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते ॥३॥

सीतारामगुणग्रामपुण्यारण्यविहारिणौ ।
वन्दे विशुद्धविज्ञानौ कबीश्वरकपीश्वरौ ॥४॥

उद्भवस्थितिसंहारकारिणीं क्लेशहारिणीम् ।
सर्वश्रेयस्करीं सीतां नतोऽहं रामवल्लभाम् ॥५॥

यन्मायावशवर्तिं विश्वमखिलं ब्रह्मादिदेवासुरा
यत्सत्वादमृषैव भाति सकलं रज्जौ यथाहेर्भ्रमः ।
यत्पादप्लवमेकमेव हि भवाम्भोधेस्तितीर्षावतां
वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् ॥६॥

नानापुराणनिगमागमसम्मतं यद्
रामायणे निगदितं क्वचिदन्यतोऽपि ।
स्वान्तःसुखाय तुलसी रघुनाथगाथा
भाषानिबन्धमतिमञ्जुलमातनोति ॥ ७ ॥

મંગલાચરણ

અક્ષર અર્થ છંદ રસરચના કૃપા કરીને કરનારાં
મંગલકારક સરસ્વતીને આરંભે વંદન મારાં.
પ્રણામ ગણપતિને પ્રેમથકી કરું વળી સાથેસાથે,
વરદ હસ્તને સદાય રાખો સિદ્ધિપ્રદ મારે માથે.
રામકથાની રચના બંને સરળ કરો મારે માટે.

નિત્ય બોધમય ગુરુદેવશ્રી શંકર પ્રભુને કરું પ્રણામ,
જેમનો લઇ આશ્રય પામે વક્ર છતાં ચંદ્ર બધે માન.

સીતારામગુણોના પાવન વનમાં નિત્ય વિહરનારા,
વિશુદ્ધ વિજ્ઞાની કવિવર ને કપિવરને વંદન મારાં.

સર્જન સૃષ્ટિનું પાલન ને વિનાશ અંતે કરનારાં
શરણાગતને શાંતિ અર્પતાં કલેશ બધાયે હરનારાં,
શ્રેયકરી શ્રેય કરવાની પવિત્ર પ્રજ્ઞા ધરનારાં
સીતા થાવ પ્રસન્ન આજ એ સ્વીકારી વંદન મારાં.

પડ્યા જેમની માયામાં બ્રહ્માદિદેવ દાનવ સઘળા,
રજ્જુસર્પની જેમ ભ્રાંતિથી દેખે સર્જન સત્ય અહા,
ભવસાગર તરનારા માટે ચરણ જેમનાં નાવસમાં,
રામનામના કારણથી પર પ્રણામ તે હરિના પદમાં.

વેદશાસ્ત્ર ને પુરાણસંમત રામાયણમાં ને અન્યત્ર
કહેવાયું જે પ્રાજ્ઞજનોથી સ્વાનુભૂતિપૂર્વક સર્વત્ર
તુલસી તે જ સ્વાત્મસુખ માટે રઘુનાથતણી કથામહીં
મધુરથી મધુર ભાવ ભરીને ગાય પરમ રસ સાથ અહીં.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.