श्री गणेश वंदना
(सोरठा)
जो सुमिरत सिधि होइ गन नायक करिबर बदन ।
करउ अनुग्रह सोइ बुद्धि रासि सुभ गुन सदन ॥१॥
मूक होइ बाचाल पंगु चढइ गिरिबर गहन ।
जासु कृपाँ सो दयाल द्रवउ सकल कलि मल दहन ॥२॥
नील सरोरुह स्याम तरुन अरुन बारिज नयन ।
करउ सो मम उर धाम सदा छीरसागर सयन ॥३॥
कुंद इंदु सम देह उमा रमन करुना अयन ।
जाहि दीन पर नेह करउ कृपा मर्दन मयन ॥४॥
बंदउ गुरु पद कंज कृपा सिंधु नररूप हरि ।
महामोह तम पुंज जासु बचन रबि कर निकर ॥५॥
શ્રી ગણેશજીની વંદના
ગણનાયક કરિવરવદન બુદ્ધિરાશિ શુભગુણસદન,
કરો અનુગ્રહ સિદ્ધિદાયક જેનું સુખમય સદા સ્મરણ,
જેનું મંગલ સદા શરણ.
મૂંગા બોલે દિવ્ય વચન, પંગુ ચઢે ગિરિવર ગહન,
કરો કૃપા એ આજ કૃપાળુ, કરો સકળ કલિમલદહન.
મંગલમય છે જેનું સ્મરણ,
શાંતિપ્રદાયક જેનું શરણ.
નીલકમળસમ શ્યામ તરુણ અરુણ વારિજ નયન,
કરો એ મુજ ઉર ધામ સદા ક્ષીરસાગરશયન.
કુંદઇન્દુસમ દેહ ઉમારમણ કરુણાઅયન,
કરે દીન પર પ્રેમ કૃપા કરો મર્દન મયન.
કૃપાસિંધુ નરરૂપ હરિ ગુરુચરણકમળમાં કરું નમન,
મહામોહ તમપુંજ ગણું તો વચન જેમનાં સૂર્યકિરણ.
વંદુ શ્રીસદગુરુચરણ.