श्री गुरु वंदना
(चौपाई)
बंदउ गुरु पद पदुम परागा । सुरुचि सुबास सरस अनुरागा ॥
अमिय मूरिमय चूरन चारू । समन सकल भव रुज परिवारू ॥१॥
सुकृति संभु तन बिमल बिभूती । मंजुल मंगल मोद प्रसूती ॥
जन मन मंजु मुकुर मल हरनी । किएँ तिलक गुन गन बस करनी ॥२॥
श्रीगुर पद नख मनि गन जोती । सुमिरत दिब्य द्रृष्टि हियँ होती ॥
दलन मोह तम सो सप्रकासू । बड़े भाग उर आवइ जासू ॥३॥
उघरहिं बिमल बिलोचन ही के । मिटहिं दोष दुख भव रजनी के ॥
सूझहिं राम चरित मनि मानिक । गुपुत प्रगट जहँ जो जेहि खानिक ॥४॥
(दोहा)
जथा सुअंजन अंजि दृग साधक सिद्ध सुजान ।
कौतुक देखत सैल बन भूतल भूरि निधान ॥१॥
ગુરુ વંદના
સરસ સુવાસિત રુચિકર નિર્મળ, સકળ રોગ ભવના હરનાર,
સંજીવની ઔષધિકેરા ચારુ શક્તિપ્રદ ચૂર્ણસમાન,
ગુરુચરણકમળતણી રજને વંદન કરું સહિત અનુરાગ,
કલ્યાણ કરે સદાય રજ એ લગાવતાં શિર હૃદય લલાટ.
શ્રીશંકરના તનની પાવન ભસ્મ પરમ કલ્યાણ કરે,
સુકૃત કરાવે સુકૃત વધારે, પ્રસન્નતાથી પ્રાણ ભરે;
ભક્તજનોના દિલદર્પણના યુગયુગકેરા મેલ હરે,
તિલક કરે જે એનું એને ગુણભંડાર સમસ્ત વરે.
ગુરુચરણની જ્યોતિનું થતાં સ્મરણ થાય દૈવી દૃષ્ટિ,
ભાગ્યવાનના પ્રાણે પ્રગટે મારી મોહતણી સૃષ્ટિ.
એ પ્રકાશથી નિર્મળ નેત્રો સાધકજનને પ્રાપ્ત થતાં,
ભવરજનીના દોષો ટળતા દુઃખ અવિદ્યાનાં મટતાં.
રામચરિત્ર મણી-માણેકો ગુપ્ત હોય કે પ્રગટ ભલે,
જોઇ પામી શકાય ખાણ મેળવી સ્થળે સ્થળે.
(દોહરો)
જેમ દિવ્ય અંજનથકી સાધક સિદ્ધ સુજાન
વન પર્વત પૃથ્વી ઉપર અચરજ જુએ મહાન.