if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

संतसमागम की महिमा

(चौपाई)
मज्जन फल पेखिअ ततकाला । काक होहिं पिक बकउ मराला ॥
सुनि आचरज करै जनि कोई । सतसंगति महिमा नहिं गोई ॥१॥

बालमीक नारद घटजोनी । निज निज मुखनि कही निज होनी ॥
जलचर थलचर नभचर नाना । जे जड़ चेतन जीव जहाना ॥२॥

मति कीरति गति भूति भलाई । जब जेहिं जतन जहाँ जेहिं पाई ॥
सो जानब सतसंग प्रभाऊ । लोकहुँ बेद न आन उपाऊ ॥३॥

बिनु सतसंग बिबेक न होई । राम कृपा बिनु सुलभ न सोई ॥
सतसंगत मुद मंगल मूला । सोइ फल सिधि सब साधन फूला ॥४॥

सठ सुधरहिं सतसंगति पाई । पारस परस कुधात सुहाई ॥
बिधि बस सुजन कुसंगत परहीं ।फनि मनि सम निज गुन अनुसरहीं ॥५॥

बिधि हरि हर कबि कोबिद बानी । कहत साधु महिमा सकुचानी ॥
सो मो सन कहि जात न कैसें । साक बनिक मनि गुन गन जैसें ॥६॥

(दोहा)
बंदउँ संत समान चित हित अनहित नहिं कोइ ।
अंजलि गत सुभ सुमन जिमि सम सुगंध कर दोइ ॥३(क)॥

संत सरल चित जगत हित जानि सुभाउ सनेहु ।
बालबिनय सुनि करि कृपा राम चरन रति देहु ॥३(ख)॥



સંતસમાગમનો મહિમા

મજ્જન ફળ તત્કાળ જણાય, કાગ બની મધુ કોયલ જાય,
બગલા હંસ વિવેકી થાય, અચરજ એમાં નથી જરાય.

મહિમા સંતસમાગમકેરો શાસ્ત્રો ને સત્પુરુષો ગાય,
કાયાપલટ થતી જીવતણી સત્સંગનદીમાં જો નહાય.

અગસ્ત્ય નારદ વાલ્મીકિએ કહી એમની સત્યકથાને;
જલે સ્થળે ગગને ફરનારા જડચેતન જીવ જગે ન્યારા,

સન્મતિ કીર્તિ ભૂતિ ગતિ શ્રેય, જ્યાં જ્યારે પામ્યા સ્વયમેવ,
પ્રભાવ એ સત્સંગનો કહ્યો, એમાં લેશ નથી સંદેહ.

વિવેક ના સત્સંગ સિવાય, રામકૃપાવિણ તે ન પમાય;
હર્ષશ્રેયનું મંગલ મૂળ, સિદ્ધિ ફળ સાધન સૌ ફૂલ,
સંતસમાગમ કહ્યો અમૂલ.

પારસસ્પર્શે લોહ સુવર્ણ, શઠ સુધરે પામી સત્સંગ;
સજ્જન કદી કુસંગ કરે, મણિ નાગતણો ગુણ અનુસરે,
તેમ થાય ના ગુણનો ભંગ.

વિધિ હરિહર કવિકોવિદ વાણ કરી શકે ના સંતવખાણ,
કેમ કરીને કહી શકું હું, છેક અલ્પ મારી તો વાણ,
મણિના ગુણને કેમ વર્ણવે વેચનાર વેપારી શાક.

(દોહરો)   
એક હાથનું ફૂલ દે બીજાનેય સુગંધ,
સમતાવાળા મિત્ર ને શત્રુ વિનાના સંત

તેમ કરે હિત સર્વનું, સૌને ધરે સુગંધ,
વંદું પ્રેમે એમને પૂર્ણ પ્રગટ ભગવંત.

સંત સરળ કલ્યાણકર જાણી અરજ કરું,
રામચરણરતિ આપજો એવી આશ ધરું.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.