if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

रामचरितमानस कथा की तुलना
 
(चौपाई)
सप्त प्रबन्ध सुभग सोपाना । ग्यान नयन निरखत मन माना ॥
रघुपति महिमा अगुन अबाधा । बरनब सोइ बर बारि अगाधा ॥१॥
 
राम सीय जस सलिल सुधासम । उपमा बीचि बिलास मनोरम ॥
पुरइनि सघन चारु चौपाई । जुगुति मंजु मनि सीप सुहाई ॥२॥
 
छंद सोरठा सुंदर दोहा । सोइ बहुरंग कमल कुल सोहा ॥
अरथ अनूप सुमाव सुभासा । सोइ पराग मकरंद सुबासा ॥३॥
 
सुकृत पुंज मंजुल अलि माला । ग्यान बिराग बिचार मराला ॥
धुनि अवरेब कबित गुन जाती । मीन मनोहर ते बहुभाँती ॥४॥
 
अरथ धरम कामादिक चारी । कहब ग्यान बिग्यान बिचारी ॥
नव रस जप तप जोग बिरागा । ते सब जलचर चारु तड़ागा ॥५॥
 
सुकृती साधु नाम गुन गाना । ते बिचित्र जल बिहग समाना ॥
संतसभा चहुँ दिसि अवँराई । श्रद्धा रितु बसंत सम गाई ॥६॥
 
भगति निरुपन बिबिध बिधाना । छमा दया दम लता बिताना ॥
सम जम नियम फूल फल ग्याना । हरि पत रति रस बेद बखाना ॥७॥
 
औरउ कथा अनेक प्रसंगा । तेइ सुक पिक बहुबरन बिहंगा ॥८॥
 
(दोहा)
 
पुलक बाटिका बाग बन सुख सुबिहंग बिहारु ।
माली सुमन सनेह जल सींचत लोचन चारु ॥ ३७ ॥

*
MP3 Audio

*
 
રામચરિતમાનસની કથાનું રૂપક વર્ણન
 
રામચરિતમાનસ સરવરનાં સાત કાંડ સુંદર સોપાન,
જ્ઞાનચક્ષુથી જોતાંવેંત જ થાય પ્રસન્ન સુખી વિદ્વાન.
 
રધુપતિમહિમા અગુણ અપાર એ જ વારિ શુચિ અકથ અગાધ.
રામજાનકીયશનું સલિલ સુધાસમાન રસાળ પુનિત;
 
ઉપમા સુંદર વીચિવિલાસ, ચોપાઇ છે કમલિની ખાસ.
યુક્તિ-પ્રયુક્તિ છીપસમી પ્રગટાવે જે સુંદર મણિ.
 
દોહા સોરઠા સુંદર છંદ કમળપંક્તિશા છે બહુરંગ;
ભાષાભાવ અર્થના રંગ એ પરાગ મકરંદ સુગંધ.
 
ભ્રમરપંક્તિ સત્કર્મ અપાર, હંસ જ્ઞાન વૈરાગ્ય વિચાર;
કવિતાનો ધ્વનિ ગુણસમુદાય મીન મનોહર છે સરમાંહ્ય.
 
ધર્મ અર્થ કામાદિક ચાર, જ્ઞાન તથા વિજ્ઞાન વિચાર,
નવરસ જપ-તપ યોગ વિરાગ એ સૌ જલચર સમાં તડાગ.
 
સજ્જન સંત નામગુણગાન તે વિચિત્ર જલવિહગ સમાન,
આંબાવાડી સંતસભા, વસંતઋતુ શ્રદ્ધા અચલા.
 
ભક્તિનિરૂપણ વિવિધ પ્રકાર, ક્ષમા દયા શમ દમ સુવિશાળ,
લતામંડપો તે સઘળા, યમ ને નિયમ ફૂલ મધુરાં.
 
જ્ઞાન ફળસમું સર્વતણું, રસ પ્રભુપદરતિ પૂર્ણ ગણું,
કથાપ્રસંગ વિભિન્ન વિહંગ, કોયલ પોપટ મોર અનંત.
 
(દોહરો)       
કથાશ્રવણ વાચનથકી રોમાંચ થતાં જે
બાગ વાટિકા વન વળી જાણી લેજો તે.
 
સુખાનુભવ પંખીતણો પ્રેમભરેલ વિહાર,
નિર્મળ મન માળી અને પ્રેમ પુનિત જલધાર.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.