if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

रामचरितमानस कथा की तुलना
 
(चौपाई)
जे गावहिं यह चरित सँभारे । तेइ एहि ताल चतुर रखवारे ॥
सदा सुनहिं सादर नर नारी । तेइ सुरबर मानस अधिकारी ॥१॥
 
अति खल जे बिषई बग कागा । एहिं सर निकट न जाहिं अभागा ॥
संबुक भेक सेवार समाना । इहाँ न बिषय कथा रस नाना ॥२॥
 
तेहि कारन आवत हियँ हारे । कामी काक बलाक बिचारे ॥
आवत एहिं सर अति कठिनाई । राम कृपा बिनु आइ न जाई ॥३॥
 
कठिन कुसंग कुपंथ कराला । तिन्ह के बचन बाघ हरि ब्याला ॥
गृह कारज नाना जंजाला । ते अति दुर्गम सैल बिसाला ॥४॥
 
बन बहु बिषम मोह मद माना । नदीं कुतर्क भयंकर नाना ॥५॥
 
(दोहा)
जे श्रद्धा संबल रहित नहि संतन्ह कर साथ ।
तिन्ह कहुँ मानस अगम अति जिन्हहि न प्रिय रघुनाथ ॥ ३८ ॥

*
MP3 Audio

*
 
રામચરિતમાનસની કથાનું રૂપક વર્ણન
 
(દોહરો)       
સાવધ બનતાં ચારુ આ ચરિત્રને જે ગાય,
તે સંરક્ષક ચતુર આ સરવરના કહેવાય.
 
સદા સાંભળે સ્નેહથી આદરપૂર્વક જે
અધિકારી માનસતણા ઉત્તમ દેવો તે.
 
અતિ શઠ ને વિષયી જનો બગલા કાગસમા
ભાગ્યહીન કોદી ન તે સરની પાસ જતા.
 
કારણ કે શેવાળ ને છીપ દેડકાંશી
કથા વિષયરસથી ભરી આમાં એક નથી.
 
કાક તેમ બકના સમા એથી કામી લોક
સમીપમાં ના આવતા હિંમત કરતાં ફોક.
 
કઠિન ખૂબ છે આવવું આ સરવરની પાસ,
રામકૃપાવિણ ના કરે કોઇ પાસે વાસ.
 
કુસંગ પંથ કરાળ ને કઠિન કહેલો છે,
કુસંગીવચન સર્પ ને વાઘ સિંહશાં છે;
 
વ્યવસાયો ઘરના અને અનેકવિધ જંજાળ
પર્વત એ દુર્ગમ ખરે અતિ વિકરાળ વિશાળ.
 
મોહ મદ અહંકારનાં અરણ્ય છે એમાં,
નદી કુતર્કોની પ્રબળ નિત્ય વહે તેમાં.
 
શ્રદ્ધાનું ભાથું ન હો, હો ન સંતનો સાથ,
અગમ્ય માનસ તો ખરે, પ્રિય જો ના રઘુનાથ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.