Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

रामचरितमानस कथा की तुलना
 
(चौपाई)
रामभगति सुरसरितहि जाई । मिली सुकीरति सरजु सुहाई ॥
सानुज राम समर जसु पावन । मिलेउ महानदु सोन सुहावन ॥१॥
 
जुग बिच भगति देवधुनि धारा । सोहति सहित सुबिरति बिचारा ॥
त्रिबिध ताप त्रासक तिमुहानी । राम सरुप सिंधु समुहानी ॥२॥
 
मानस मूल मिली सुरसरिही । सुनत सुजन मन पावन करिही ॥
बिच बिच कथा बिचित्र बिभागा । जनु सरि तीर तीर बन बागा ॥३॥
 
उमा महेस बिबाह बराती । ते जलचर अगनित बहुभाँती ॥
रघुबर जनम अनंद बधाई । भवँर तरंग मनोहरताई ॥४॥
 
(दोहा)
बालचरित चहु बंधु के बनज बिपुल बहुरंग ।
नृप रानी परिजन सुकृत मधुकर बारिबिहंग ॥ ४० ॥

*
MP3 Audio

*
 
રામચરિતમાનસની કથાનું રૂપક વર્ણન
 
રામભક્તિની સુરસરિતામાં સરયૂ યશસ્વિની મળતી,
ગાથા યુદ્ધતણી રઘુવરની લક્ષ્મણની સાથે ભળતી
એ જ મહાનંદ શોણ એ મહીં સુંદર મનભાવન સરતી.
 
જ્ઞાન અને વૈરાગ્ય સહિત એ બંનેની વચ્ચે રમતી
ભક્તિધાર ગંગાની દૈવી; ત્રિમુખી બનતાં એમ વહે
સરયૂ ત્રિતાપને હરનારી રામસિંધુનું મિલન ચહે.
 
જાન ઉમાશંકર-વિવાહની એને જલચર અગણિત માન;
રામજન્મની સુખદ વધાઇ ભમરી સરિતાકેરી જાણ,
                          મનહર માન તરંગ સમાન.
 
(દોહરો)       
બાલચરિત સૌ બંધુનાં પદ્મ વિવિધ બહુરંગ,
નૃપ રાણી સેવક સુકૃત મધુકર વારિ વિહંગ.