रामचरितमानस कथा की तुलना
(चौपाई)
सीय स्वयंबर कथा सुहाई । सरित सुहावनि सो छबि छाई ॥
नदी नाव पटु प्रस्न अनेका । केवट कुसल उतर सबिबेका ॥१॥
सुनि अनुकथन परस्पर होई । पथिक समाज सोह सरि सोई ॥
घोर धार भृगुनाथ रिसानी । घाट सुबद्ध राम बर बानी ॥२॥
सानुज राम बिबाह उछाहू । सो सुभ उमग सुखद सब काहू ॥
कहत सुनत हरषहिं पुलकाहीं । ते सुकृती मन मुदित नहाहीं ॥३॥
राम तिलक हित मंगल साजा । परब जोग जनु जुरे समाजा ॥
काई कुमति केकई केरी । परी जासु फल बिपति घनेरी ॥४॥
(दोहा)
समन अमित उतपात सब भरतचरित जपजाग ।
कलि अघ खल अवगुन कथन ते जलमल बग काग ॥ ४१ ॥
*
MP3 Audio
*
રામચરિતમાનસની કથાનું રૂપક વર્ણન
સુંદર સીતા-સ્વયંવર કથા સરિતાની શોભા સમજો,
પ્રશ્ન અનેક નાવના જેવા, ઉત્તર નાવિકશા ગણજો.
કથા સાંભળી કરાય ચર્ચા સંઘ યાત્રિકોનો તે તો,
ધારા અતિશય ઘોર નદીની પરશુરામનો કોપ કહો.
ઘાટ વ્યવસ્થિત રીતે બાંધ્યા વાણી એ રઘુનાથતણી,
વિવાહનો ઉત્સાહ સર્વનો ભરતી સુખદાયિની ઘણી.
કથાતણી જે કથન શ્રવણથી રોમાંચિત ને હર્ષિત થાય,
સત્કર્મી તે પુણ્યાત્માઓ નદી નીરમાં હરખે ન્હાય.
રામચંદ્રના રાજતિલકનું મંગલ આયોજન સઘળું
પર્વપ્રસંગે થયું એકઠું મંડળ તે તો ભક્તતણું.
લીલ નદીની કથામહીં આ કુમતિ ખરે કૈકેયીની
જેના પરિણામે વરસેલી વર્ષા વિકટ વિપત્તિતણી.
(દોહરો)
શમાવતું ઉત્પાતને ભરતચરિત જપયાગ;
કલિમલ ખલ અવગુણકથન તે જલમળ બગ કાગ.

