Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

रामचरितमानस कथा की तुलना
 
(चौपाई)
कीरति सरित छहूँ रितु रूरी । समय सुहावनि पावनि भूरी ॥
हिम हिमसैलसुता सिव ब्याहू । सिसिर सुखद प्रभु जनम उछाहू ॥१॥
 
बरनब राम बिबाह समाजू । सो मुद मंगलमय रितुराजू ॥
ग्रीषम दुसह राम बनगवनू । पंथकथा खर आतप पवनू ॥२॥
 
बरषा घोर निसाचर रारी । सुरकुल सालि सुमंगलकारी ॥
राम राज सुख बिनय बड़ाई । बिसद सुखद सोइ सरद सुहाई ॥३॥
 
सती सिरोमनि सिय गुनगाथा । सोइ गुन अमल अनूपम पाथा ॥
भरत सुभाउ सुसीतलताई । सदा एकरस बरनि न जाई ॥४॥
 
(दोहा)
अवलोकनि बोलनि मिलनि प्रीति परसपर हास ।
भायप भलि चहु बंधु की जल माधुरी सुबास ॥ ४२ ॥

*
MP3 Audio

*
 
રામચરિતમાનસની કથાનું રૂપક વર્ણન
 
(દોહરો)       
સરિતા કીર્તિની બધી ઋતુમાં સુંદર છે
સુશોભિત પુનિત આપતી શાંતિ સતત સહુને.
 
પાર્વતી-શિવ વિવાહને ઋતુ હેમંત કહું,
જન્મોત્સવ શ્રીરામનો શિશિર સદા સમજું.
 
રામવિવાહ પ્રસંગનું વર્ણન છે ઋતુરાજ
વસંત મંગલમય સદા અર્પનાર ઉલ્લાસ.
 
વનગમન વળી રામનું દુઃસહ ગ્રીષ્મ ગણાય,
કથા વનતણી તાપ ને લૂ વિકરાળ મનાય.
 
યુદ્ધ નિશાચર સાથનું વર્ષાઋતુ છે ઘોર,
સુરકુળ ડાંગરકાજ છે હિત કરનાર અમોલ.
 
રામરાજ્ય મહિમા વિનય સુખસંપત્તિ વળી
સુખકારક સુંદર ખેર ઋતુ છે શરદ બની.
 
સતીશિરોમણિ જાનકી ગુણકેરી ગાથા
સરિતા સલિલતણા કહ્યા નિર્મળ ગુણ સઘળા.
 
શીતળતા સરિતાતણી સ્વભાવ ભરતતણો,
સદા એકરસ વર્ણવે એને કોણ કહો.
 
દર્શન સંભાષણ મિલન ભ્રાતૃભાવ મધુ હાસ
ચાર બંધુનો સ્નેહ છે સુવાસ ઉત્તમ ખાસ.