भरद्वाज आश्रम
(चौपाई)
भरद्वाज मुनि बसहिं प्रयागा । तिन्हहि राम पद अति अनुरागा ॥
तापस सम दम दया निधाना । परमारथ पथ परम सुजाना ॥१॥
माघ मकरगत रबि जब होई । तीरथपतिहिं आव सब कोई ॥
देव दनुज किंनर नर श्रेनी । सादर मज्जहिं सकल त्रिबेनीं ॥२॥
पूजहि माधव पद जलजाता । परसि अखय बटु हरषहिं गाता ॥
भरद्वाज आश्रम अति पावन । परम रम्य मुनिबर मन भावन ॥३॥
तहाँ होइ मुनि रिषय समाजा । जाहिं जे मज्जन तीरथराजा ॥
मज्जहिं प्रात समेत उछाहा । कहहिं परसपर हरि गुन गाहा ॥४॥
(दोहा)
ब्रह्म निरूपम धरम बिधि बरनहिं तत्त्व बिभाग ।
कहहिं भगति भगवंत कै संजुत ग्यान बिराग ॥ ४४ ॥
*
MP3 Audio
*
ભરદ્વાજ આશ્રમ
ભરદ્વાજ મુનિ વસે પ્રયાગ, કરી રામપદ અતિ અનુરાગ;
યોગી શમદમ દયાનિધાન, પ્રવીણ પરમારથ વિદ્વાન.
માઘમાસમાં મકરરાશિમાં સૂર્ય પ્રવેશે છે જ્યારે
તીર્થરાજશા પ્રયાગરાજે આવે સૌ કોઇ ત્યારે.
દેવ દૈત્ય કિન્નર ને નર નહાય ત્રિવેણીમાં સાદર,
વેણીમાધવ ચરણકમળ પૂજે પ્રસિદ્ધ અક્ષયવટ.
ભરદ્વાજનો આશ્રમ ત્યાં સુંદરતા ને શુચિતા જ્યાં,
પરમરમ્ય મુનિમનમોહન તીર્થસમાન તીર્થસ્થળમાં.
ઋષિમુનિ ત્યાં સૌ ભેગા થાય તીર્થરાજ જે ન્હાવા જાય,
પ્રાતઃસમયે કરતાં સ્નાન કરે પરસ્પર હરિગુણગાન.
(દોહરો)
બ્રહ્મનિરૂપણ ધર્મવિધિ તેમજ તત્વવિભાગ
ભક્તિ જ્ઞાનવૈરાગ્યયુત કહે સહિત અનુરાગ.

