Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

शंकर-पार्वती प्रसंग
 
(चौपाई)
एक बार त्रेता जुग माहीं । संभु गए कुंभज रिषि पाहीं ॥
संग सती जगजननि भवानी । पूजे रिषि अखिलेस्वर जानी ॥१॥
 
रामकथा मुनीबर्ज बखानी । सुनी महेस परम सुखु मानी ॥
रिषि पूछी हरिभगति सुहाई । कही संभु अधिकारी पाई ॥२॥
 
कहत सुनत रघुपति गुन गाथा । कछु दिन तहाँ रहे गिरिनाथा ॥
मुनि सन बिदा मागि त्रिपुरारी । चले भवन सँग दच्छकुमारी ॥३॥
 
तेहि अवसर भंजन महिभारा । हरि रघुबंस लीन्ह अवतारा ॥
पिता बचन तजि राजु उदासी । दंडक बन बिचरत अबिनासी ॥४॥
 
(दोहा)
ह्दयँ बिचारत जात हर केहि बिधि दरसनु होइ ।
गुप्त रुप अवतरेउ प्रभु गएँ जान सबु कोइ ॥ ४८(क) ॥
 
(सोरठा)
संकर उर अति छोभु सती न जानहिं मरमु सोइ ॥
तुलसी दरसन लोभु मन डरु लोचन लालची ॥ ४८(ख) ॥

*
MP3 Audio

*
 
શંકર-પાર્વતી પ્રસંગ
 
એક વાર ત્રેતાયુગમાં ખાસ, ગયા શંકર કુંભજ ઋષિ પાસ;
સાથે જગજનની સતી ભવાની, પૂજ્યા ઋષિએ અખિલેશ્વર જાણી.
 
કથા રામની ઋષિએ વખાણી, સુણી શંકરે અતિસુખ માની;
પૂછી ઋષિએ હરિભક્તિની વાત, કહી અધિકારી જાણીને જાત.
 
કથતાં સુણતાં રઘુપતિ ગુણગાથા રહ્યા અલ્પ સમય ગિરિનાથ;
મુનિની અનુમતિથી ત્રિપુરારી ચાલ્યા ગૃહે લઇ દક્ષકુમારી.
 
ત્યારે ભૂમિનો ભાંગવા ભાર લીધો હરિએ રઘુવંશે અવતાર;
ત્યાગી રાજ્ય બનીને ઉદાસી ફરતા દંડકવન અવિનાશી.
 
(દોહરો)       
વિચારતાં શંકર જતા દર્શન કેમ જ થાય,
ગુપ્તરૂપે પ્રભુ અવતર્યા, જાણી સઘળા જાય.
 
શંકરમન અતિ ક્ષોભ, સતી ન જાણે મર્મ એ;
તુલસી દર્શનલોભ, મન ભય, લોચન લાલચ.