Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

श्रीराम के दर्शन से भगवान शंकर भावविभोर
 
(चौपाई)
संभु समय तेहि रामहि देखा । उपजा हियँ अति हरपु बिसेषा ॥
भरि लोचन छबिसिंधु निहारी । कुसमय जानिन कीन्हि चिन्हारी ॥१॥
 
जय सच्चिदानंद जग पावन । अस कहि चलेउ मनोज नसावन ॥
चले जात सिव सती समेता । पुनि पुनि पुलकत कृपानिकेता ॥२॥
 
सतीं सो दसा संभु कै देखी । उर उपजा संदेहु बिसेषी ॥
संकरु जगतबंद्य जगदीसा । सुर नर मुनि सब नावत सीसा ॥३॥
 
तिन्ह नृपसुतहि नह परनामा । कहि सच्चिदानंद परधमा ॥
भए मगन छबि तासु बिलोकी । अजहुँ प्रीति उर रहति न रोकी ॥४॥
 
(दोहा)
ब्रह्म जो व्यापक बिरज अज अकल अनीह अभेद ।
सो कि देह धरि होइ नर जाहि न जानत वेद ॥ ५० ॥

*
MP3 Audio

*
 
શ્રીરામને નિહાળી શંકર ભગવાન ભાવવિભોર બને છે
 
શંભુ રામને દેખીને ત્યારે બન્યા હર્ષાન્વિત અતિ ભારે;
ભરી લોચન રૂપ નિહાળ્યું જાણી કસમય મિલનને ટાળ્યું.
 
સચ્ચિદાનંદ હે જય જગપાવન બોલી ચાલ્યા મનોજનસાવન;
અંગે પુલકિત કરુણાનિકેત ચાલ્યા આનંદે સતી સમેત.
 
દેખી એવી દશા શંભુકેરી શંકા જાગી સતીને અનેરી;
શંકર જગતવંદ્ય જગદીશ, સુરનરમુનિ સૌ નમાવે છે શીશ.
 
કરી નૃપસુતને તે પ્રમાણે બોલ્યા સચ્ચિદાનંદ પરધામ
શોભા જોઇ બન્યા મગ્ન કેવા, રોક્યા રોકાય ના પ્રેમરેલા.
 
(દોહરો)       
બ્રહ્મ જે વ્યાપક વિરજ અજ અકળ અનીહ અભેદ
બને કેમ તે માનવી, જાણે જે નવ વેદ.