Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

पार्वतीजी सीता का रूप धारण करके श्रीराम के पास गये
 
(चौपाई)
लछिमन दीख उमाकृत बेषा चकित भए भ्रम हृदयँ बिसेषा ॥
कहि न सकत कछु अति गंभीरा । प्रभु प्रभाउ जानत मतिधीरा ॥१॥
 
सती कपटु जानेउ सुरस्वामी । सबदरसी सब अंतरजामी ॥
सुमिरत जाहि मिटइ अग्याना । सोइ सरबग्य रामु भगवाना ॥२॥
 
सती कीन्ह चह तहँहुँ दुराऊ । देखहु नारि सुभाव प्रभाऊ ॥
निज माया बलु हृदयँ बखानी । बोले बिहसि रामु मृदु बानी ॥३॥
 
जोरि पानि प्रभु कीन्ह प्रनामू । पिता समेत लीन्ह निज नामू ॥
कहेउ बहोरि कहाँ बृषकेतू । बिपिन अकेलि फिरहु केहि हेतू ॥४॥
 
(दोहा)
राम बचन मृदु गूढ़ सुनि उपजा अति संकोचु ।
सती सभीत महेस पहिं चलीं हृदयँ बड़ सोचु ॥ ५३ ॥

*
MP3 Audio

*
 
પાર્વતી સીતાનું રૂપ ધારણ કરી રામને મળવા જાય છે
 
લક્ષ્મણ પેખીને સતીવેશ ચકિત બન્યા ભ્રમથકી વિશેષ;
કહી શક્યા ન કશું અતિગંભીર પ્રભુપ્રભાવ સમજી મતિધીર.
 
કપટ ગયા રઘુવર જાણી અંતર્યામી સકળ જ્ઞાની;
સ્મરતાં જે હરતા અજ્ઞાન તે સર્વજ્ઞ રામ ભગવાન.
 
છળની સતીએ હામ કરી, સ્ત્રીસ્વભાવ નીરખો તો જરી;
માયાબળનાં કરી વખાણ બોલ્યા હસી રામ મૃદુ વાણ.
 
કરને જોડી કરી પ્રણામ, પિતા સમેત લઇ નિજ નામ,
પૂછ્યું પ્રભુએ શિવ છે ક્યાં, વિપિન એકલાં વિહરો કાં ?
 
(દોહરો)       
રામવચન મૃદુ ગૂઢ સુણી ઊપજ્યો અતિ સંકોચ;
સતી સભીત મહેશ પ્રતિ ચાલ્યાં કરતાં શોક.