माता पार्वती भगवान शंकर से परीक्षा की बात छिपाती है
(चौपाई)
सतीं समुझि रघुबीर प्रभाऊ । भय बस सिव सन कीन्ह दुराऊ ॥
कछु न परीछा लीन्हि गोसाई । कीन्ह प्रनामु तुम्हारिहि नाई ॥१॥
जो तुम्ह कहा सो मृषा न होई । मोरें मन प्रतीति अति सोई ॥
तब संकर देखेउ धरि ध्याना । सतीं जो कीन्ह चरित सब जाना ॥२॥
बहुरि राममायहि सिरु नावा । प्रेरि सतिहि जेहिं झूँठ कहावा ॥
हरि इच्छा भावी बलवाना । हृदयँ बिचारत संभु सुजाना ॥३॥
सतीं कीन्ह सीता कर बेषा । सिव उर भयउ बिषाद बिसेषा ॥
जौं अब करउँ सती सन प्रीती । मिटइ भगति पथु होइ अनीती ॥४॥
(दोहा)
परम पुनीत न जाइ तजि किएँ प्रेम बड़ पापु ।
प्रगटि न कहत महेसु कछु हृदयँ अधिक संतापु ॥ ५६ ॥
*
MP3 Audio
*
પાર્વતી શંકર આગળ પોતાનો ક્ષોભ છુપાવવા જુઠ્ઠુ બોલે છે
સતી સમજ્યાં રઘુવીરપ્રભાવ, ભયવશ ગુપ્ત રાખ્યો શિવથી ભાવ;
લીધી મેં ના પરીક્ષા નાથ, કર્યા પ્રણામ મેં પ્રેમસાથ.
મિથ્યા કથન તમારું ના હોય મારા મનમાં પ્રતીતિ છે તોય;
ધરી શંકરે એ પછી ધ્યાન, પામ્યા સતીના ચરિત્રનું જ્ઞાન.
રામમાયાને મસ્તક નમાવ્યું જેણે સતી પ્રેરી જૂઠ કહાવ્યું;
હરિની ઇચ્છા ભાવિ ને બળવાન રહ્યા સમજી શંકર એ સુજાણ.
લીધો સીતાનો સતીએ વેશ, થયો શિવને વિષાદ વિશેષ;
હવે કરતાં સતી સાથે પ્રીતિ મટે ભક્તિપથ થાય અનીતિ.
(દોહરો)
પરમ પવિત્ર તજાય ના, પ્રેમ કરું તો પાપ;
પ્રગટ કહી શિવ ના શક્યા, હૃદય અધિક સંતાપ.