सती के त्याग का भगवान शंकर का निर्णय
(चौपाई)
तब संकर प्रभु पद सिरु नावा । सुमिरत रामु हृदयँ अस आवा ॥
एहिं तन सतिहि भेट मोहि नाहीं । सिव संकल्पु कीन्ह मन माहीं ॥१॥
अस बिचारि संकरु मतिधीरा । चले भवन सुमिरत रघुबीरा ॥
चलत गगन भै गिरा सुहाई । जय महेस भलि भगति दृढ़ाई ॥२॥
अस पन तुम्ह बिनु करइ को आना । रामभगत समरथ भगवाना ॥
सुनि नभगिरा सती उर सोचा । पूछा सिवहि समेत सकोचा ॥३॥
कीन्ह कवन पन कहहु कृपाला । सत्यधाम प्रभु दीनदयाला ॥
जदपि सतीं पूछा बहु भाँती । तदपि न कहेउ त्रिपुर आराती ॥४॥
(दोहा)
सतीं हृदय अनुमान किय सबु जानेउ सर्बग्य ।
कीन्ह कपटु मैं संभु सन नारि सहज जड़ अग्य ॥ ५७ ॥
*
MP3 Audio
*
પોતાના આરાધ્ય સીતાજીનું રૂપ લીધુ હોવાથી શિવજી ત્યાગનો સંકલ્પ કરે છે
ઢાળ્યું પ્રભુપદમાં શિવે શીશ સ્ફુર્યું હૃદયે સમતાં જગદીશ,
આ તને સંગ સતીથી નહિ થાય, કર્યો સંકલ્પ શિવે મનમાંહી.
એવું સમજીને શિવ મતિધીર ચાલ્યા ભવને સ્મરતાં રઘુવીર;
થઇ ચાલતાં ગગનમાં વાણી, જય મહેશ ભક્તિ દૃઢ ન્યારી.
પણ આવું કરે કોણ આન, રામપ્રિય તમે શ્રેષ્ઠ ભગવાન;
સુણી નભવાણી વ્યગ્ર સતીએ પૂછ્યું શિવને સંકોચ કરીને.
કરી કેવી પ્રતિજ્ઞા કૃપાળ સત્યધામ પ્રભુ દીનદયાળ;
પૂછયું વિવિધ પ્રકાર સતીએ કહ્યું તોપણ કશુંયે ના શિવે.
(દોહરો)
કર્યું સહજ અનુમાન સૌ જાણે શિવ સર્વજ્ઞ,
કર્યું કપટ મેં શંભુથી, નારી સહજ જડ અજ્ઞ.