पार्वती को अपनी भूल का अहेसास होता है
(चौपाई)
हृदयँ सोचु समुझत निज करनी । चिंता अमित जाइ नहि बरनी ॥
कृपासिंधु सिव परम अगाधा । प्रगट न कहेउ मोर अपराधा ॥१॥
संकर रुख अवलोकि भवानी । प्रभु मोहि तजेउ हृदयँ अकुलानी ॥
निज अघ समुझि न कछु कहि जाई । तपइ अवाँ इव उर अधिकाई ॥२॥
सतिहि ससोच जानि बृषकेतू । कहीं कथा सुंदर सुख हेतू ॥
बरनत पंथ बिबिध इतिहासा । बिस्वनाथ पहुँचे कैलासा ॥३॥
तहँ पुनि संभु समुझि पन आपन । बैठे बट तर करि कमलासन ॥
संकर सहज सरुप सम्हारा । लागि समाधि अखंड अपारा ॥४॥
(दोहा)
सती बसहि कैलास तब अधिक सोचु मन माहिं ।
मरमु न कोऊ जान कछु जुग सम दिवस सिराहिं ॥ ५८ ॥
*
MP3 Audio
*
પાર્વતીજીને પોતાની ભૂલ સમજાય છે
(દોહરો)
કરણી સમજાતાં થયો સતી મનમહીં શોક,
અવર્ણનીય અસહ્યશો પ્રગટયો ચિંતાધોધ.
પરમ અગાધ કૃપાતણા સિંધુ સદા શિવ છે,
અપરાધ કહ્યો એટલે સ્વમુખે ના મુજને.
*
શિવનું વર્તન દેખી ભવાની ત્યાગી પ્રભુએ મુજને ગયાં જાણી,
ખૂબ અકળાયાં, અધને વિચારી શક્યાં કિન્તુ કશું ના ઉચ્ચારી.
હૈયું નિભાડાની પેઠે બળતું તાપ ઉત્તરોત્તર વધુ ધરતું.
સમજી શોકિત ખૂબ સતીને શિવે સુંદર કથાને કહીને
વિવિધ વર્ણવતા ઇતિહાસ વિશ્વપતિ એ પહોંચ્યા કૈલાસ.
ત્યાં પણ પણને પોતાના જાણી બેઠા વટછાંયે પદ્માસન વાળી;
સહજ આત્મસ્વરૂપ સંભાર્યું મન અખંડ સમાધિમાં ધાર્યું.
(દોહરો)
સતી વસ્યાં કૈલાસ પર અધિક શોકભર પ્રાણ;
મર્મ ન કોઇ જાણતું, પ્રતિદિન યુગ સમ જાય.