भगवान शंकर पार्वती को यज्ञ में भाग न लेने के लिए समजाते है
(चौपाई)
कहेहु नीक मोरेहुँ मन भावा । यह अनुचित नहिं नेवत पठावा ॥
दच्छ सकल निज सुता बोलाई । हमरें बयर तुम्हउ बिसराई ॥१॥
ब्रह्मसभाँ हम सन दुखु माना । तेहि तें अजहुँ करहिं अपमाना ॥
जौं बिनु बोलें जाहु भवानी । रहइ न सीलु सनेहु न कानी ॥२॥
जदपि मित्र प्रभु पितु गुर गेहा । जाइअ बिनु बोलेहुँ न सँदेहा ॥
तदपि बिरोध मान जहँ कोई । तहाँ गएँ कल्यानु न होई ॥३॥
भाँति अनेक संभु समुझावा । भावी बस न ग्यानु उर आवा ॥
कह प्रभु जाहु जो बिनहिं बोलाएँ । नहिं भलि बात हमारे भाएँ ॥४॥
(दोहा)
कहि देखा हर जतन बहु रहइ न दच्छकुमारि ।
दिए मुख्य गन संग तब बिदा कीन्ह त्रिपुरारि ॥ ६२ ॥
*
MP3 Audio
*
શિવજી પાર્વતીને યજ્ઞમાં ન જવા સલાહ આપે છે
કહ્યું ઠીક, મારા મનને ભાવ્યું; દીસે અનુચિત નોતરું ના'વ્યું;
દક્ષે બોલાવી પુત્રીને સારી; મારા વિદ્વેષે તુજને વિસારી.
દુઃખી વિધિસભામાં થયો પ્રાણ કરે એથી એ હજુ અપમાન;
જશો આમંત્રણ વગર ભવાની, શીલ સ્નેહ મર્યાદા તો શાની ?
સ્વામી સુહૃદ પિતા ગુરુ ઘેર જવું આમંત્ર્યા વગર સુપેર,
રાખે ક્યાંય વિરોધ જો કોય શ્રેય ત્યાં તો જવાથી ના હોય.
શિવે સમજાવ્યાં વિવિધ પ્રકાર થયો ભાવિવશ પણ ના વિચાર;
વિના બોલાવ્યે પ્રભુ બોલ્યા જાઓ મળશે તમને તો શુભ ના લહાવો.
(દોહરો)
કહ્યું વિવિધ રીતે છતાં દક્ષસુતા ન રહ્યાં;
ત્રિપુરારીએ મુખ્ય ગણ સહિત વિદાય કર્યાં.