पार्वतीजी दक्ष के यज्ञ में
(चौपाई)
पिता भवन जब गई भवानी । दच्छ त्रास काहुँ न सनमानी ॥
सादर भलेहिं मिली एक माता । भगिनीं मिलीं बहुत मुसुकाता ॥१॥
दच्छ न कछु पूछी कुसलाता । सतिहि बिलोकि जरे सब गाता ॥
सतीं जाइ देखेउ तब जागा । कतहुँ न दीख संभु कर भागा ॥२॥
तब चित चढ़ेउ जो संकर कहेऊ । प्रभु अपमानु समुझि उर दहेऊ ॥
पाछिल दुखु न हृदयँ अस ब्यापा । जस यह भयउ महा परितापा ॥३॥
जद्यपि जग दारुन दुख नाना । सब तें कठिन जाति अवमाना ॥
समुझि सो सतिहि भयउ अति क्रोधा।बहु बिधि जननीं कीन्ह प्रबोधा ॥४॥
(दोहा)
सिव अपमानु न जाइ सहि हृदयँ न होइ प्रबोध ।
सकल सभहि हठि हटकि तब बोलीं बचन सक्रोध ॥ ६३ ॥
*
MP3 Audio
*
પાર્વતીજી હઠપૂર્વક યજ્ઞમાં ભાગ લેવા જાય છે
પિતાભવને પહોંચી ભવાની, દક્ષભયથી ના લેશ સન્માની;
મળી સાદર કેવળ માતા વળી ભગિની અધિક હરખાતાં.
દક્ષે પૂછી કુશળતા ના લેશ, દેખી ગાત્રો સૌ સળગ્યાં સદ્વેષ;
સતીએ જોયો જઇ મહાયાગ, દેખ્યો શંભુનો ક્યાંયે ના ભાગ.
ત્યારે શિવનાં વચનો આવ્યાં યાદ, પ્રભુઅપમાને ઉર લાગી આગ;
દુઃખ પ્રથમનું એવું ના લાગ્યું, પરિતાપનું તાંડવ જાગ્યું.
દુઃખ જગમાં અનેક કહ્યાં છે, જાતિઅપમાન સૌથી મહા છે;
સમજી વ્યાપ્યો સતીને ક્રોધ, કર્યો જનનીએ વિવિધ પ્રબોધ.
(દોહરો)
સહાયું શિવઅપમાન ના, લાગ્યો લેશ ન બોધ;
લેતાં ખબર સભાતણી વચનો વદ્યાં સક્રોધ.