हिमालय के घर पार्वती का पुनर्जन्म
(चौपाई)
समाचार सब संकर पाए । बीरभद्रु करि कोप पठाए ॥
जग्य बिधंस जाइ तिन्ह कीन्हा । सकल सुरन्ह बिधिवत फलु दीन्हा ॥१॥
भे जगबिदित दच्छ गति सोई । जसि कछु संभु बिमुख कै होई ॥
यह इतिहास सकल जग जानी । ताते मैं संछेप बखानी ॥२॥
सतीं मरत हरि सन बरु मागा । जनम जनम सिव पद अनुरागा ॥
तेहि कारन हिमगिरि गृह जाई । जनमीं पारबती तनु पाई ॥३॥
जब तें उमा सैल गृह जाईं । सकल सिद्धि संपति तहँ छाई ॥
जहँ तहँ मुनिन्ह सुआश्रम कीन्हे । उचित बास हिम भूधर दीन्हे ॥४॥
(दोहा)
सदा सुमन फल सहित सब द्रुम नव नाना जाति ।
प्रगटीं सुंदर सैल पर मनि आकर बहु भाँति ॥ ६५ ॥
*
MP3 Audio
*
પાર્વતીજીનો હિમાલયને ત્યાં જન્મ
સુણી શંભુએ સમાચાર કોપે વીરભદ્રને તત્કાળ
યજ્ઞસ્થાનમાં મોકલ્યો ત્યારે; યજ્ઞનાશ કર્યો એણે ભારે.
શિવદ્રોહી પામે દશા જેવી પામ્યો દુર્દશા દક્ષ ત્યાં તેવી;
જાણે જગ એ સકળ ઇતિહાસ, એથી આલેખ્યો સંક્ષેપે ખાસ.
મરતાં હરિ પાસે વરદાન માગ્યું, મન શિવમાં સતીતણું લાગ્યું,
જન્મોજન્મ શિવપદમાં હો પ્રીત, મળો સંનિધિ શંકરની નીત.
એથી હિમગિરિગૃહ લઇ જન્મ ધાર્યું પાર્વતી સ્વરૂપે તન;
જન્મ્યાં જ્યારથી હિમગિરિ ઘેર થઇ સિદ્ધિ સંપત્તિ મહેર.
મુનિએ આશ્રમો સ્થાપ્યા અનેક, કર્યાં તપવ્રત સાધન નેક;
અર્પ્યાં સ્થાન હિમાલયે ન્યારાં સૌને સમુચિત સુંદર સારાં.
(દોહરો)
અભિનવ ફૂલફળે થયાં વૃક્ષ વિવિધ સંપન્ન,
પર્વત પર પ્રગટી વિવિધ ખાણો મણિની ધન્ય.