नारदजी हिमालय के घर
(चौपाई)
सरिता सब पुनित जलु बहहीं । खग मृग मधुप सुखी सब रहहीं ॥
सहज बयरु सब जीवन्ह त्यागा । गिरि पर सकल करहिं अनुरागा ॥१॥
सोह सैल गिरिजा गृह आएँ । जिमि जनु रामभगति के पाएँ ॥
नित नूतन मंगल गृह तासू । ब्रह्मादिक गावहिं जसु जासू ॥२॥
नारद समाचार सब पाए । कौतुकहीं गिरि गेह सिधाए ॥
सैलराज बड़ आदर कीन्हा । पद पखारि बर आसनु दीन्हा ॥३॥
नारि सहित मुनि पद सिरु नावा । चरन सलिल सबु भवनु सिंचावा ॥
निज सौभाग्य बहुत गिरि बरना । सुता बोलि मेली मुनि चरना ॥४॥
(दोहा)
त्रिकालग्य सर्बग्य तुम्ह गति सर्बत्र तुम्हारि ॥
कहहु सुता के दोष गुन मुनिबर हृदयँ बिचारि ॥ ६६ ॥
*
MP3 Audio
*
નારદજી સમાચાર જાણી હિમાલયને ઘરે જાય છે
સરિતા સૌ નિર્મળ જળ વહે, ખગ મૃગ મધુપ સુખી સહુ રહે;
કરી સહજ વેરતણો ત્યાગ ગિરિ પર સકળ કરે અનુરાગ.
રામભક્તિથી ભક્ત સમાન સોહ્યો ગિરિજાથી ગિરિપ્રાણ;
નિતનૂતન મંગલ ત્યાં થાય યશ બ્રહ્માદિક જેના ગાય.
સમાચાર સુણતાં સપ્રેમ નારદ પહોંચ્યા ઉત્સુક જેમ;
હિમાલયે કરતાં સત્કાર ધોયા પદ પ્રેમે તત્કાળ.
આસન આપી નમન કર્યું, મસ્તક સ્ત્રીસહ ચરણ ધર્યું;
ચરણોદક છાંટયું ઘરમહીં, નીર નયનથી રહ્યાં વહી.
(દોહરો)
વખાણતાં સૌભાગ્યને હિમાલયે સપ્રેમ
મુનિપદમાં પુત્રી ધરી તરત જ નિધિની જેમ.
ત્રિકાળજ્ઞ સર્વજ્ઞ છો, ગતિ સર્વત્ર ગણાય;
કહો સુતાના દોષગુણ મુનિવર, મને બધાય.