नारदजी का उमा के लिए भविष्यकथन
(चौपाई)
कह मुनि बिहसि गूढ़ मृदु बानी । सुता तुम्हारि सकल गुन खानी ॥
सुंदर सहज सुसील सयानी । नाम उमा अंबिका भवानी ॥१॥
सब लच्छन संपन्न कुमारी । होइहि संतत पियहि पिआरी ॥
सदा अचल एहि कर अहिवाता । एहि तें जसु पैहहिं पितु माता ॥२॥
होइहि पूज्य सकल जग माहीं । एहि सेवत कछु दुर्लभ नाहीं ॥
एहि कर नामु सुमिरि संसारा । त्रिय चढ़हहिँ पतिब्रत असिधारा ॥३॥
सैल सुलच्छन सुता तुम्हारी । सुनहु जे अब अवगुन दुइ चारी ॥
अगुन अमान मातु पितु हीना । उदासीन सब संसय छीना ॥४॥
(दोहा)
जोगी जटिल अकाम मन नगन अमंगल बेष ॥
अस स्वामी एहि कहँ मिलिहि परी हस्त असि रेख ॥ ६७ ॥
*
MP3 Audio
*
નારદજી ઉમાનું ભાગ્ય કહી બતાવે છે
હસી ગૂઢ બોલ્યા મુનિ વાણ, કન્યા સકળ ગુણોની ખાણ,
સુંદર સમજુ સહજ ગુણધામ, ઉમા ભવાની અંબિકા નામ.
સુલક્ષણા આ કન્યા શ્રેષ્ઠ બની જશે પતિપ્રિયા હંમેશ;
સૌભાગ્ય અચળ પ્રાપ્ત થશે, માતપિતાને યશ મળશે.
પૂજ્ય થશે અખિલ જગે આ, સેવ્યાથી કશું દુર્લભ ના;
સ્મરી નામ આનું સંસાર સ્ત્રી ચઢશે પતિવ્રત અસિધાર.
સુલક્ષણા તમ સુતા અપાર, અવગુણ એનામાં બે ચાર,
અગુણ અમાન પિતૃથી હીન ઉદાસીન સહુ સંશય છિન્ન
(દોહરો)
જોગી જટિલ અકામ મન, નગ્ન અમંગલ વેશ
મળશે પતિ આને, પડી એવી હાથે રેખ.