Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

सीता को देखकर राम भी मंत्रमुग्ध
 
(चौपाई)
कंकन किंकिनि नूपुर धुनि सुनि । कहत लखन सन रामु हृदयँ गुनि ॥
मानहुँ मदन दुंदुभी दीन्ही ॥ मनसा बिस्व बिजय कहँ कीन्ही ॥१॥

अस कहि फिरि चितए तेहि ओरा । सिय मुख ससि भए नयन चकोरा ॥
भए बिलोचन चारु अचंचल । मनहुँ सकुचि निमि तजे दिगंचल ॥२॥

देखि सीय सोभा सुखु पावा । हृदयँ सराहत बचनु न आवा ॥
जनु बिरंचि सब निज निपुनाई । बिरचि बिस्व कहँ प्रगटि देखाई ॥३॥

सुंदरता कहुँ सुंदर करई । छबिगृहँ दीपसिखा जनु बरई ॥
सब उपमा कबि रहे जुठारी । केहिं पटतरौं बिदेहकुमारी ॥४॥

(दोहा)
सिय सोभा हियँ बरनि प्रभु आपनि दसा बिचारि ।
बोले सुचि मन अनुज सन बचन समय अनुहारि ॥ २३० ॥

*
MP3 Audio

*
 
રામ પણ સીતા પ્રત્યે આકર્ષણ અનુભવે છે
 
કડાં ઘૂઘરી નૂપુરસ્વર સુણી વદ્યા રસભર રઘુવર,
લક્ષ્મણ મુજને લાગે એમ વિશ્વવિજયનો મનથી જેમ
કંદર્પે સંકલ્પ કર્યો પ્રભાવ એનો પરમ ફર્યો.
 
એમ કહી રામે જોયું મુખમંડળ મધુરું જોયું,
સીતાનું મુખમંડળ ઓર ચંદ્ર લોચનો બન્યાં ચકોર.
 
લોચન લોલ સુસ્થિર થયાં, સમાધિસુખમાં સરી રહ્યાં,
પલકાર બધા બંધ પડ્યા, અંતરને સંસ્કાર અડયા.
 
શોભાથી સુખ પામ્યા રામ બની રહ્યું અંતર કૃતકામ.
પ્રશંસા કરી પ્રીત રહી, વચન ન આવ્યું વદનમહીં.
 
બ્રહ્માએ સૌન્દર્યતણી હોય નિપુણતા પ્રગટ કરી
મૂર્તિમંત સીતા એવી અનુપમ રસેશ્વરી જેવી.
 
સુંદર વધુ સૌન્દર્ય કરે, રસને પણ રસ અધિક ધરે,
સુંદરતાના સદનમહીં દીપકશિખા જ હોય જલી,
દીઠું અદભુત એવું રૂપ સીતાનું સુખસભર સ્વરૂપ.
 
ઉપમા કેમ કરી આપું, કયા અલંકારે માપું,
ઉપમા કવિજનતણી અપૂર્ણ વર્ણન કરી શકે ના પૂર્ણ.
 
(દોહરો)         
સીતાના સૌન્દર્યનું વર્ણન ઉરે કરી
રામે પોતાની દશા રસમય ધ્યાન ધરી,
 
પવિત્ર મનથી અનુજને ઉદ્દેશી વચનો
વખતને વિચારી કહ્યાં હરતાં ભ્રમ મનનો.