बारात का वर्णन
(चौपाई)
गरजहिं गज घंटा धुनि घोरा । रथ रव बाजि हिंस चहु ओरा ॥
निदरि घनहि घुर्म्मरहिं निसाना । निज पराइ कछु सुनिअ न काना ॥१॥
महा भीर भूपति के द्वारें । रज होइ जाइ पषान पबारें ॥
चढ़ी अटारिन्ह देखहिं नारीं । लिँएँ आरती मंगल थारी ॥२॥
गावहिं गीत मनोहर नाना । अति आनंदु न जाइ बखाना ॥
तब सुमंत्र दुइ स्पंदन साजी । जोते रबि हय निंदक बाजी ॥३॥
दोउ रथ रुचिर भूप पहिं आने । नहिं सारद पहिं जाहिं बखाने ॥
राज समाजु एक रथ साजा । दूसर तेज पुंज अति भ्राजा ॥४॥
(दोहा)
तेहिं रथ रुचिर बसिष्ठ कहुँ हरषि चढ़ाइ नरेसु ।
आपु चढ़ेउ स्पंदन सुमिरि हर गुर गौरि गनेसु ॥ ३०१ ॥
*
MP3 Audio
*
જાનનું વર્ણન
ગરજે ગજ ઘંટધ્વનિ ઘોર ચારે તરફ રથોનો શોર,
હણહણાટ અશ્વોના થાય, વાત સુણી ના કોઇ જાય.
ઘનને ગૌણ કરી દેનાર નિશાનડંકા બજે અપાર;
પથ્થર પણ તત્ક્ષણ પીસાય પડતાં ધૂલિમહીં પલટાય
દશરથદ્વારે એવી ભીડ; મનહર ગીત લલના ગીત
મુગ્ધ અટારી ઉપર ચઢી લેતાં મંગળથાળ ઘડી.
હરખતણું વર્ણન ના થાય, બળ ભાષાનું હારી જાય.
બે રથને તૈયાર કરી પછી સુમંત્રે ભાવ ભરી
સબળ સૂર્યના અશ્વથકી જોડી અશ્વ મુદિત મનથી
દશરથની પાસે આણ્યા, અધિક ઇન્દ્રરથથી જાણ્યા.
(દોહરો)
એક રાજકુળ ખાતર રથ તૈયાર કર્યો;
અન્ય તેજના પુંજશો અતિ સૌન્દર્યભર્યો.
વસિષ્ઠને બેસાડતાં એ રથ ઉપર નરેશ
અન્ય રથે બેઠા સ્મરી શિવ ગુરુ ગૌરી ગણેશ.

