if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

बारात का वर्णन
 
(चौपाई)
सहित बसिष्ठ सोह नृप कैसें । सुर गुर संग पुरंदर जैसें ॥
करि कुल रीति बेद बिधि राऊ । देखि सबहि सब भाँति बनाऊ ॥१॥

सुमिरि रामु गुर आयसु पाई । चले महीपति संख बजाई ॥
हरषे बिबुध बिलोकि बराता । बरषहिं सुमन सुमंगल दाता ॥२॥

भयउ कोलाहल हय गय गाजे । ब्योम बरात बाजने बाजे ॥
सुर नर नारि सुमंगल गाई । सरस राग बाजहिं सहनाई ॥३॥

घंट घंटि धुनि बरनि न जाहीं । सरव करहिं पाइक फहराहीं ॥
करहिं बिदूषक कौतुक नाना । हास कुसल कल गान सुजाना ॥४॥

(दोहा)
तुरग नचावहिं कुँअर बर अकनि मृदंग निसान ॥
नागर नट चितवहिं चकित डगहिं न ताल बँधान ॥ ३०२ ॥

*
MP3 Audio

*
 
જાનનું વર્ણન
 
દશરથ સાથે વસિષ્ઠ એમ સોહે સુરગુરુ સાથે જેમ
પરમપ્રતાપી ઇન્દ્ર મહાન, આકર્ષે સર્વતણું ધ્યાન.
 
કુળરીતિ કરી વેદાચાર મંગલ સર્વ થયા તૈયાર,
સ્મરી રામ પામી આદેશ ચાલ્યા સકળ શમાવી કલેશ.
 
શંખ મહીપતિએ બજવ્યો, ભાગ દેવતાએ ભજવ્યો,
વરસાવ્યાં હર્ષથકી ફૂલ જનસમાજને કરી પ્રફુલ્લ.
 
હયગય ગાજ્યા જાગ્યો શોર, વાદ્ય વાગવા લાગ્યાં ઓર;
શરણાઇઓ ભાવવિભોર બજી રહી ત્યાં ચારેકોર.
 
ઘંટ ઘંટડીતણા અવાજ આવ્યા જાણે બજ્યાં પખાજ;
વિદૂષક કરી સુંદર ખેલ પીરસ્યું રંજનને નિર્ભેળ
 
(દોહરો)              
તાલબદ્ધ નચવી રહ્યા અશ્વો રાજકુમાર,
નિહાળતા એ નિપુણ નટ કરતાં શબ્દ અપાર.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.